મુસ્લિમ છોકરી સાથે પ્રેમ કરી કર્યા લગ્ન તો હિંદુ છોકરાને એટલો માર માર્યો કે તે મૃત્યુ પામ્યો, નદીમાં ફેકી દીધી લાશ, આટલા બધા ઝડપાયા

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ કે પછી કોઇ અન્ય ધર્મના યુવક કે યુવતિ સાથે લવ મેરેજ કે પછી અંગત અદાવત કારણ હોય છે. ત્યારે હાલમાં એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર હિન્દુ યુવકનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. યુવતીના પરિવારજનોએ હત્યા કર્યા બાદ તેની લાશ ગોદાવરી નદીમાં ફેંકી દીધી હતી. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આ મામલો સામે આવ્યો છે. પોલીસે યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી અને પછી લાશ મળી આવી હતી. આ મામલો અહેમદનગર જિલ્લાના શ્રીરામપુર તહસીલના ભોકર ગામનો છે.

દીપક બર્ડે અને અહીં રહેતી મુસ્લિમ યુવતી એકબીજાના પ્રેમમાં હતા. ગત ઓગસ્ટ મહિનામાં બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નની જાણ થતાં યુવતીના પરિવારજનોએ દીપકની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેઓએ દીપકનું અપહરણ કર્યું અને તેને એટલો માર માર્યો કે તે મૃત્યુ પામ્યો. હત્યા બાદ યુવતીના પરિવારજનોએ તેનો મૃતદેહ ગોદાવરી નદીમાં ફેંકી દીધો હતો. 31 ઓગસ્ટ 2022ના રોજ દીપકના સંબંધીઓએ અહમદનગર પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરતાં હત્યાનો ખુલાસો થયો હતો.

અહમદનગર જિલ્લાના એડિશનલ એસપીએ જણાવ્યું હતું કે, ‘પોલીસે દીપક બર્ડેના અપહરણના સંબંધમાં ઈમરાન શેખ, મજનુ શેખ, સમીર શેખ, રાજુ શેખ અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે દીપકની હત્યા કર્યા બાદ તેની લાશ ગોદાવરી નદીમાં ફેંકી દેવામાં આવી હતી. દીપકના મૃતદેહને શોધવા માટે 7 બોટ રોકવામાં આવી હતી અને NDRF અને મહારાષ્ટ્ર પોલીસના ડાઇવર્સ નદીમાં દીપક બર્ડેના મૃતદેહની સતત શોધ કર્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના બાદ ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે જનક્રોશ મોરચો કાઢ્યો હતો. ભાજપના ધારાસભ્યની આ રેલી બાદ પોલીસ સક્રિય બની હતી અને તેમની કાર્યવાહી ઝડપી કરી હતી. એકલવ્ય આદિવાસી સમાજે અહમદનગરની એસપી ઓફિસમાં બે વખત ધરણા પણ કર્યા છે.

Shah Jina