સાઉથના ફેમસ અભિનેતાનું નિધન થતા જ ધ્રુસકેને ધ્રુસકે રડ્યો બાહુબલી પ્રભાસ, અંતિમ સંસ્કારમાં ઉમટી પડ્યા મોટી મોટી હસ્તીઓ

સાઉથ સિનેમાના ‘રિબેલ સ્ટાર’ અને પ્રભાસના કાકા કૃષ્ણમ રાજુનું તાજેતરમાં હૈદરાબાદમાં નિધન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કૃષ્ણમ રાજુ ઘણા સમયથી બીમાર હતા અને 10 સપ્ટેમ્બરના રોજ તેમની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ રવિવારે સવારે સમાચાર આવ્યા કે કૃષ્ણમ રાજુ હવે નથી રહ્યા.

તેમના આકસ્મિક નિધનથી સમગ્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ હતી, જ્યારે પરિવારની હાલત પણ ખરાબ છે. પ્રભાસ કાકાના નિધનથી ઘણો દુ:ખી છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે. પ્રભાસને સંભાળવો પણ મુશ્કેલ બની રહ્યો છે. ચિરંજીવી અને મહેશ બાબુ સહિત અનેક સ્ટાર્સે તેને સાંત્વના આપી અને સાથે સાથે ચાહકો અને નેટિજન્સ પણ તેને સાંત્વના આપી રહ્યા છે.

વિજય દેવરાકોંડાથી લઈને જુનિયર એનટીઆર, અનુષ્કા શેટ્ટી સહિત ઘણા સાઉથ સ્ટાર્સ કૃષ્ણમ રાજુને શ્રદ્ધાંજલિ આપવા અભિનેતાના ઘરે પહોંચ્યા હતા. અલ્લુ અર્જુન પણ કૃષ્ણમ રાજુના અંતિમ દર્શન માટે પહોંચ્યો હતો. બાદમાં તેણે પ્રભાસને સાંત્વના પણ આપી હતી.

પ્રભાસ અંકલ કૃષ્ણમ રાજુની ખૂબ નજીક હતો. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. સેટ પર શૂટની વચ્ચે તે ઘણીવાર મસ્તી કરતા તસવીરો પણ પોસ્ટ કરતો હતો. કૃષ્ણમ રાજુ માત્ર અભિનેતા જ ન હતા પરંતુ રાજકારણમાં પણ સક્રિય હતા. પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે 180થી વધુ ફિલ્મો કરી છે. કૃષ્ણમ રાજુએ વર્ષ 1966માં ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી અને ઘણા પુરસ્કારો જીત્યા. તેમણે પોતાની કારકિર્દીમાં તમામ પ્રકારના પાત્રો ભજવ્યા અને પોતાની અલગ ઓળખ બનાવી.

કૃષ્ણમ રાજુએ પ્રભાસ સાથે ‘રિબેલ’ અને ‘રાધે શ્યામ’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. કૃષ્ણમ રાજુના અંતિમ સંસ્કાર સોમવારે એટલે કે આજે કરવામાં આવશે. બપોર સુધીમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. તેલુગુના દિગ્ગજ સ્ટાર કૃષ્ણમ રાજુના નિધનથી સમગ્ર ટોલીવુડ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે.

રામ ચરણ, એસ.એસ. રાજામૌલી, રવિ તેજા, મહેશ બાબુ અને અન્ય જેવા કલાકારો અને ફિલ્મ નિર્માતાઓએ સિનેમામાં રાજુના યોગદાનને યાદ કર્યું છે અને નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. આપણા PM નરેન્દ્ર મોદીએ પીઢ તેલુગુ સિનેમેટિક વ્યક્તિત્વ યુવી કૃષ્ણમ રાજુ ગારુના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

PM એ ટ્વીટ કરીને લખ્યું છે કે “યુવી કૃષ્ણમ રાજુ ગારુના નિધનથી દુઃખી છું. આવનારી પેઢીઓ તેમની સિનેમેટિક દીપ્તિ અને સર્જનાત્મકતાને યાદ કરશે. તેઓ સમુદાય સેવામાં પણ અગ્રેસર હતા અને રાજકીય નેતા તરીકેની છાપ ઊભી કરી હતી. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

તમને જણાવી દઈએ કે એક્ટરનો જન્મ 20 જાન્યુઆરી 1940 ના રોજ થયો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆતમાં કૃષ્ણમ રાજૂ પત્રકાર હતા. પછી ટોલીવુડમાં વર્ષ 1966 માં આવેલી ફિલ્મ ચિલાકા ગોરનિકાથી તેમણે એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને સાઉથની પ્રતિષ્ઠિત નંદી એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ તે એનટી રામા રાવની સાથે પૌરાણિક ફિલ્મ શ્રી કૃષ્ણાવતરમમાં જોવા મળ્યા હતા.

તેમણે સાઉથ ફિલ્મોના બે દિગ્ગજ એક્ટર એનટી રામા રાવ અને અક્કિનેની નાગશ્વર રાવ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. 70 અને 80 ના દાયકામાં કૃષ્ણમ રાજૂઈ ઘણી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું પોતાના લગભગ 50 વર્ષના કેરિયરમાં કૃષ્ણમ રાજૂએ લગભગ 183 ફિલ્મોમાં કામ કર્યું હતું. કૃષ્ણમ રાજૂ છેલ્લે પોતાના ભત્રીજા અને દિગ્ગ્ગ્જ એક્ટર પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ રાધે શ્યામમાં જોવા મળ્યા હતા.

Shah Jina