“લાલ સિંહ ચઢ્ઢા”ના સપોર્ટમાં ઉતરી એકતા કપૂર, કહ્યુ- આમિર ખાનને બોયકોટ કરવો સરળ નથી, તે લિજેન્ડ છે

બોલિવૂડમાં અત્યારે જે વાતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે બોયકોટનો ટ્રેન્ડ. લાલ સિંહ ચઢ્ઢા હોય કે રક્ષાબંધન લગભગ દરેક ફિલ્મ માટે ટ્વિટર પર બોયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફિલ્મોની રિલીઝ પહેલા જ તેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં બોલિવૂડ ઘણી મુશ્કેલીમાં છે. બધા જ વિચારી રહ્યા છે કે આ બહિષ્કારનું કારણ શું છે. આ દરમિયાન જ્યાં દરેક સેલેબ આ અંગે ખુલીને વાત કરી રહ્યા છે. ત્યાં એકતા કપૂરે પણ આ અંગે મૌન તોડ્યું છે. તેણે કહ્યું- આમિર ખાનનો બહિષ્કાર કરવો મુશ્કેલ છે.તે લિજેન્ડ છે.

એકતા કપૂરે કહ્યું કે, કેટલું વિચિત્ર છે કે એવા લોકોનો બહિષ્કાર કરી રહ્યા છીએ જેમણે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સૌથી વધુ બિઝનેસ આપ્યો છે. ઈન્ડસ્ટ્રીના તમામ ખાન અને ખાસ કરીને આમિર ખાન લિજેન્ડ છે. તેમનો બહિષ્કાર કરી શકાય નહીં. આમિર ખાનનો ક્યારેય બહિષ્કાર ન કરી શકાય. ભારતના સોફ્ટ એમ્બેસેડર આમિર ખાનનો બહિષ્કાર કરી શકાતો નથી.

એકતા કપૂર તેના નિર્માણમાં નિર્દેશક અનુરાગ કશ્યપની તાપસી પન્નુ અભિનીત ફિલ્મ ‘દોબારા’ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ દરમિયાન, જ્યારે તેને ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને આમિર ખાનના બહિષ્કાર પર પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેણે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું સમર્થન કર્યું અને આમિરને ઉદ્યોગમાં સૌથી વધુ બિઝનેસ જનરેટ કરનાર લિજેન્ડ એક્ટર ગણાવ્યો. આ પહેલા અભિનેતા અર્જુન કપૂરે પણ બહિષ્કાર પર ખુલીને વાત કરી હતી

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

અને ગુસ્સો ઠાલવતા કહ્યુૃ- ‘આપણું કામ જ બોલશે’ એવું વિચારવામાં આપણે ભૂલ કરી હોય એવું લાગે છે. તમે જાણો છો કે તમારે હંમેશા હાથ ગંદા રાખવાની જરૂર નથી, પરંતુ મને લાગે છે કે અમે તેને ઘણું સહન કર્યું અને હવે લોકોએ તેને આદત બનાવી દીધી છે. હવે વધુ થઈ રહ્યું છે. તે ખોટું છે. ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે છે, તેથી લોકો તેને પસંદ નથી કરતા.

Shah Jina