ભાગો ભાગો ગેંડો આવ્યો ! રહેણાંક વિસ્તારમાં ગેંડાના પ્રવેશતા જ મચી ગઈ ભાગ દોડ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

ઇન્ટરનેટ ઉપર જંગલી પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં ઘુસી જવાની ઘણી ઘટનાઓ સામે આવતી જોવા મળે છે. જયારે આવા પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવે છે ત્યારે લોકો તેના વીડિયો પણ બનાવી લેતા હોય છે. ત્યારે અત્યાર સુધી તમે હાથી, સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓને રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા જોયા હશે, પરંતુ હાલ એક ગેંડાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે શહેરની ગલીઓમાં આડેધડ દોડી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક ગેંડો રસ્તા પર પાગલ થઈને દોડતો જોવા મળે છે. રસ્તા પર ગેંડાને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જંગલી ગેંડાને જોઈને બધા વિચારતા હતા કે તે કોઈના ઘરમાં ઘૂસી ન જાય. રાહતની વાત એ હતી કે ગેંડો દોડતો આવ્યો અને સીધો રસ્તો પકડીને પોતાના ઠેકાણા તરફ ગયો.

રહેણાક વિસ્તારમાં પ્રવેશ્યા બાદ ગેંડો પણ પરેશાન જોવા મળ્યો હતો. જેના કારણે તે રસ્તા પર ખૂબ જ ઝડપથી દોડી રહ્યો હતો. રસ્તા પર દોડતા ગેંડાનો વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. વીડિયો શેર કરતાં તેમણે લખ્યું, “જ્યારે માનવ વસવાટ ગેંડાના રહેઠાણમાં જાય છે… શહેરમાં ગેંડાના ભટકતા સાથે મૂંઝવણમાં ન આવવાનું.”

અધિકારીનો કહેવાનો મતલબ એ હતો કે ગેંડા વસાહતમાં પ્રવેશ્યા નથી, વસાહત જ ગેંડાના વિસ્તારમાં ઘુસી ગઈ છે. તો તેઓ ક્યાં જશે ? દેશના લગભગ દરેક જંગલોની આ હાલત છે. વસાહતો બનાવવામાં આવી છે અને જે વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ રખડતા અને રહે છે ત્યાં લોકો રહેવા લાગ્યા છે. તો જંગલના પ્રાણીઓ ક્યાં જશે? હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે આ વીડિયો ક્યાંનો છે તેના વિશેની કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

Niraj Patel