પરિવારના પેટનો ખાડો પુરવા માટે આ વ્યક્તિ વ્હીલચેર ઉપર કરે છે ફૂડ ડિલિવરીનું કામ, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઇ જશો, જુઓ

આજે લોકો પોતાના અને પરિવારને બે ટંક જમવાનું મળે તે માટે થઈને દિવસ રાત મહેનત કરતા હોય છે. કોરોનાના કારણે ઘણા લોકોના નોકરી ધંધા પણ છૂટી ગયા જેના કારણે મહેનત કરીને જીવનારા લોકોએ જે કામ મળે એ કામ કરીને ગુજરાન ચલાવવું પડતું હોય છે. ઇન્ટરનેટ ઉપર પણ આવ્યા લોકોની કહાનીઓ વાયરલ થતી હોય છે જેને જોઈને જોનારાની આંખોમાં પણ આંસુઓ આવી જતા હોય છે. હાલ એવા જ એક દિવ્યાંગ વ્યક્તિની કહાની વાયરલ થઇ રહી છે, જે પરિવારની ભૂખ સંતોષવા માટે ડિલિવરી બોયનું કામ કરે છે.

વાયરલ વીડિયોમાં વ્હીલચેરમાં એક માણસ ઝોમેટો ફૂડ ડિલિવરી માટે જતો જોવા મળે છે. આ વીડિયોને જોઈને નેટીઝન્સ ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. સાથે જ લોકો આ વ્યક્તિના જુસ્સાને સલામ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ આ વ્યક્તિને નોકરી આપવા માટે Zomatoના વખાણ પણ કરી રહ્યા છે.

બની શકે છે કે આ વ્યક્તિ જે રીતે તેના પરિવારનું ભરણપોષણ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે તે પ્રશંસાને પાત્ર છે. આ ઉપરાંત જેઓ નાની સમસ્યાઓમાં હાર માની લે છે તેમના માટે તે એક પ્રેરણા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ વ્હીલચેર પર જઈ રહ્યો છે. તે મોટરસાઇકલ જેવી વ્હીલચેર છે જે કદાચ એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Grooming bulls (@groming_bulls_)

આ વ્યક્તિએ Zomato ટી-શર્ટ પહેરેલી છે અને વ્હીલચેરની પાછળ Zomato બોક્સ પણ રાખવામાં આવ્યું છે. તે બજાર જેવું લાગે છે અને પાછળથી કોઈએ વ્યક્તિનો વીડિયો બનાવ્યો છે, તેથી વીડિયોમાં વ્યક્તિનો ચહેરો દેખાતો નથી. તે પોતાની વ્હીલચેરમાં રસ્તા પર ચાલતો જોવા મળે છે.આ વીડિયો ક્યાંનો અને ક્યારેનો છે તે જાણી શકાયું નથી. તેને ઈન્સ્ટાગ્રામ પર groming_bulls_ નામથી શેર કરવામાં આવ્યો છે. તેના પર કેપ્શનમાં લખ્યું છે, ‘પ્રેરણા માટે શ્રેષ્ઠ ઉદાહરણ.’ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel