આ 3 દિવસ મેઘરાજા બોલાવશે બરાબરની ધબધબાટી, અમદાવાદ, ગાંધીનગર સમેત આ જિલ્લાઓમાં થશે મુશળધાર વરસાદ

ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે અને ઠેર ઠેર સારો એવો વરસાદ વરસી રહ્યો છે, આ દરમિયાન ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે અને નદી, તળાવ પણ છલકાઈ ગયા છે, ત્યારે આજથી હવે ચોમાસાનો બીજો રાઉન્ડ પણ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે શનિ અને રવિવારના રોજ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. તો આ ઉપરાંત શનિવાર અને રવિવારના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવાર અને આવતી કાલે રવિવારના રોજ ભારે વરસાદ પાડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત શનિવારના રોજ ગાંધીનગર, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર,ખેડા, રાજકોટ, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રવિવારે પણ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યની અંદર 50 જળાશયોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં કુલ વરસાદનો 60 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Niraj Patel