એક માતા પાસેથી સ્કૂલે છીનવી લીધો દીકરો, યૌન ઉત્પીડનથી પરેશાન વિદ્યાર્થીએ 15માં માળેથી લગાવી મોતની છલાંગ

આરતીના 15 વર્ષના દીકરાએ કરી આત્મહત્યા, માતાએ સ્કૂલનો ભાંડો ફોડ્યું, ક્લાસરૂમમાં થતું હતું ગંદુ ગંદુ કામ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અલગ અલગ કારણોસર આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે, સ્કૂલમાં વિદ્યાર્થીઓના યૌન ઉત્પીડનને કારણે એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો. હાલ આવો મામલો સામે આવ્યો છે. ફરીદાબાદની રહેવાસી આરતી મલ્હોત્રાના પુત્રએ લગભગ 6 મહિના પહેલા ફેબ્રુઆરીમાં આત્મહત્યા કરી હતી. પરંતુ આરતી હજી સુધી તેના પુત્ર માટે ન્યાય માંગી રહી છે. આરતીએ આરોપ લગાવ્યો છે કે તેના પુત્રને તેની જાતિયતા માટે સ્કૂલમાં હેરાન કરવામાં આવ્યો હતો. જેના કારણે તેના પુત્રનું અકાળે અને દુઃખદ અવસાન થયું હતું. આરતીનો આરોપ છે કે અધિકારીઓને ફરિયાદ કર્યા પછી પણ મામલો થાળે પડ્યો હતો નહિ. તેણે ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના પુત્રના સાથીઓએ તેને સતત ધમકાવ્યો, યૌન શોષણ પણ કર્યું.

આરતીએ જણાવ્યું કે જ્યારે તેનો દીકરો 6ઠ્ઠા ધોરણમાં હતો, ત્યારથી તેની સાથે દાદાગીરી કરવામાં આવી હતી. આરતીએ કહ્યું કે તેનો દીકરો કહેતો હતો કે ક્લાસમાં છોકરાઓ તેને છક્કો કહે છે. હું ડીપીએસ શાળામાં શિક્ષક પણ હતી. મેં શાળા પ્રશાસનને ફરિયાદ કરી, પરંતુ તેઓએ કહ્યું, આ એક યુક્તિ છે. આરતીએ કહ્યું, મેં મારા પુત્રને કહ્યું હતું કે બધું સારું થઈ જશે. તે વોલીબોલ રમતો હતો અને પોતાને પુરુષ તરીકે બતાવવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ આ બધું તેના માટે નહોતું. તેને કલા અને સંગીતનો શોખ હતો. તે આનાથી ખુશ હતો. પરંતુ દરેક પગલે તેની મજાક ઉડાવવામાં આવતા.

આરતીના કહેવા પ્રમાણે, જ્યારે તેનો દીકરો 9મા ધોરણમાં પહોંચ્યો ત્યારે સ્કૂલમાં મામલો ખરાબ થઈ ગયો. તેણે તેની માતાને કહ્યું હતું કે તેના વર્ગના છોકરાઓએ તેની આંખો પર પટ્ટી બાંધી હતી અને તેને કપડાં ઉતારવા કહ્યું હતું. મારા પુત્રને ધમકી આપનારાઓ જાતીય સતામણી કરનાર બની ગયા હતા. આરતીએ જણાવ્યું કે શાળાએ કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો. આનાથી મને ઘણો આઘાત લાગ્યો. હું ઘણા થેરાપિસ્ટ પાસે ગઇ. તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. કળા પ્રત્યેનો તેનો રસ પણ ઓછો થવા લાગ્યો.

ધોરણ 10માં તો તેનું ભણવું પણ મુશ્કેલ બની ગયુ. બોર્ડની પરીક્ષા પણ આવવાની હતી. તેને શાળાએ જવામાં પણ ડર લાગતો હતો. આરતીના જણાવ્યા અનુસાર, તેના પુત્રએ એક દિવસ કહ્યું કે તેને નેલ પેઈન્ટ લગાવવું અને જ્વેલરી પહેરવી ગમે છે. આરતીએ તેને કહ્યું કે તુ જે છે એ જ રહે. જ્યારે સ્કૂલ પરીક્ષા માટે ખુલી. તેણે ફોન પર જણાવ્યુ- તે પરીક્ષા આપવા માંગતો નથી. તે રડતો રહ્યો. મેં તેને મેસેજ કર્યો અને કહ્યું કે કોઈ સમસ્યા નથી પરીક્ષા છોડી દે, પરંતુ તેણે જવાબ આપ્યો નહીં.

 

View this post on Instagram

 

A post shared by Aarti Malhotra (@aartimalhotra82)

આરતીએ જણાવ્યું કે એક કલાક પછી તેને તેની સોસાયટીમાંથી ફોન આવ્યો કે તેના પુત્રએ કંઈક કરી લીધપ છે. મેં તેને હોસ્પિટલ લઈ જવા કહ્યું. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે તેનું મોત થઇ ગયુ હતુ. તેણે 15મા માળેથી છલાંગ લગાવી હતી. તેણે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું- હું શ્રેષ્ઠ માતા છું. તેણે મને નવી નોકરી શોધવાનું પણ કહ્યું. તેણે આગળ તેની સુસાઇડ નોટમાં લખ્યુ હતુ- આ શાળાએ મને મારી નાખ્યો. ખાસ કરીને મોટા અધિકારીઓ અને અન્ય. હું આ નફરતથી ભરેલી દુનિયામાં રહી શકતો નથી.

 

View this post on Instagram

 

A post shared by Aarti Malhotra (@aartimalhotra82)

મેં જીવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ જીવનને કંઈક બીજું જ મંજૂર હતુ. લોકો મારા વિશે શું કહે છે તેના પર વિશ્વાસ ન કરો. તમે શ્રેેેેષ્ઠ છો જો હું ટકી શકતો નથી, તો કૃપા કરીને તમારી જાતને બીજા કામમાં જોડો. તમારી કળાને બંધ ન કરો. તમે દેવદૂત છો આ જન્મમાં તમને મળીને હું ધન્ય છું. તમે જે કરી શકતા હતા તે કર્યું, પરંતુ હું મજબૂત રીતે બહાર આવ્યો નહીં. હું નબળો છું હું દિલગીર છું..ઉલ્લેખનીય છે કે, આરતીએ વર્ષ 2006માં તેના પતિથી છૂટાછેડા લીધા હતા, તે બાદથી તે એકલા હાથે બાળકના ઉછેર અને જવાબદારી સંભાળી રહી હતી.

Shah Jina