KGFના આ અભિનેતાનો થયો કાર અકસ્માત, પૂર ઝડપે આવતા ટ્રકે મારી એવી જોરદાર ટક્કર કે ફેન્સ ચિંતાતુર થઇ ગયા

KGF ના ફેમસ અભિનેતાની વૈભવી મર્સિડીઝ બેંજને ટ્રકે મારી જોરદાર ટક્કર, માંડ-માંડ….

યશ સ્ટારર ફિલ્મ KGFમાં એન્ડ્રુની ભૂમિકા ભજવનાર અભિનેતા બીએસ અવિનાશ એક રોડ અકસ્માતનો શિકાર બન્યો છે. બુધવારે બેંગલુરુમાં તેની કારની એક ટ્રક સાથે જોરદાર ટક્કર થઇ હતી. રાહતની વાત એ છે કે અભિનેતાનો જીવ બચી ગયો છે અને તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. અવિનાશે પોતાની સાથે થયેલા આ અકસ્માતની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે અને તેણે તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરનારા ચાહકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. KGFના પહેલા ભાગની સરખામણીમાં બીજા ભાગમાં તેની ભૂમિકા વધુ હતી.

અવિનાશને દિવંગત અભિનેતા ચિરંજીવી સરજા દ્વારા સુપરહિટ ફિલ્મ KGFમાં કામ કરવાની તક મળી હતી. એક ઈન્ટરવ્યુમાં અવિનાશે ખુલાસો કર્યો હતો કે તેણે વર્ષ 2015થી ‘KGF: ચેપ્ટર 1’ની ટ્રેનિંગ શરૂ કરી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો કે KGFનો પહેલો ભાગ રિલીઝ થયા પછી ઘણી બધી ઑફર્સ આવવા લાગી. KGF 2 પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 1200 કરોડની કમાણી કરી હતી.

અહેવાલો અનુસાર, અવિનાશનો અકસ્માત બુધવારે સવારે બેંગ્લોરમાં થયો હતો. અવિનાશ મર્સિડીઝ બેન્ઝ ચલાવી રહ્યો હતો અને તેની કારને ટ્રકે ટક્કર મારી હતી. જો કે આ અકસ્માતમાં અવિનાશને ગંભીર ઈજા થઈ ન હતી. અવિનાશ અનિલ કુંબલે સર્કલ પાસે જઈ રહ્યો હતો ત્યારે એક ટ્રકે તેની કારને ટક્કર મારી હતી. ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને કબબન પાર્ક પોલીસે કેસ નોંધ્યો છે.

મોર્નિંગ વોક પર નીકળેલા લોકો અવિનાશના બચાવમાં આવ્યા અને તેને કારમાંથી બહાર કાઢ્યો. અવિનાશ સવારે વર્કઆઉટ માટે જિમ જઈ રહ્યો હતો. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ અકસ્માત વિશે પણ જાણ કરી હતી.

Shah Jina