લોકોના આરોગ્ય સાથે ચેડા ! વેજ ફ્રાઈ રાઈસમાંથી નિકળી ઈયળ, મેનેજરે આપ્યો એવો જવાબ કે લોહી ઉકળી ઉઠશે

ગુજરાતમાંથી ઘણીવાર ભોજનમાં કોઇ ગરોડી, ઇયળ કે કોઇ જીવજંતુ નીકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે અને આવી ઘટના સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ પણ થઇ જતી હોય છે, ત્યારે હાલમાં જ કેટલાક સમય પહેલા સુરતના વી.આર.મોલ સામેની રેસ્ટોરન્ટ અમદાવાદી તવાફ્રાયમાંથી એક ગ્રાહકે વેજ રાઇસ ઓર્ડર કર્યો હતો અને તેમાંથી ઇયળ નીકળી હતી. આ બાબતની જાણ ગ્રાહક દ્વારા મેનેજરને કરવામાં આવી હતી જો કે, મેનેજરે આ વાતનું નિરાકરણ લાવવાને બદલે ઉડાઉ જવાબ આપ્યો હતો.

ગ્રાહકે આની ફરિયાદ SMC અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઇયળ નીકળવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતમાંથી આવી ઘટના સામે આવતા જમવાના શોખીન સુરતીઓએ હવે સાવધાન થવાની જરૂર છે. જણાવી દઇએ કે, મેનેજરે આ વાતને સ્વીકારવાને બદલે ઊંધો જવાબ આપ્યો હતો અને તેના કારણે લોકો રોષે ભરાયા હતા.

ઘટનાની વિગત જોઇએ તો, પોર્શ વિસ્તારમાં આવેલ વી.આર મોલની સામે મુસ્તાક અમદાવાદી તવાફ્રાય ખાતે ભોજનમાંથી ઈયળ નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં લોકો દ્વારા વાયરલ કરાઈ રહ્યો છે. રેસ્ટોરન્ટના મેનેજરને જ્યારે આ વાતે ગ્રાહકે કહ્યું ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે આ તો રોજનું છે. તમારે ખાવું હોય તો ખાવ અને જવા દેવું હોય તો જવા દો. આવો ઊંધો જવાબ મેનેજરે આપતા ગ્રાહક દ્વારા SMCના આરોગ્ય વિભાગ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમદાવાદમાં સાયન્સ સીટી રોડ પર આવેલ મેકડોનાલ્ડમાં એક ગ્રાહકે કોલ્ડડ્રિંક ઓર્ડર કર્યુ હતુ જેમાંથી ગરોળીનું બચ્ચુ નીકળ્યુ હતુ, આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો.

Shah Jina