થ્રેસર દ્વારા હવા કાઢીને કર્યું જાનૈયાઓનું સ્વાગત, ગામના લોકોનો આ દેશી જુગાડ જોઈને ભલ ભલા એન્જીનીયરો પણ માથું ખંજવાળતા રહી ગયા, જુઓ વીડિયો

હાલ એક તરફ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, આવા સમયમાં જો લગ્નની અંદર જવાનું થાય તો મોતિયા મરી જાય. કારણ કે લગ્નનો જમણવાર પણ હેવી બની જાય, અને વિધિઓ પણ ઘણી લાંબી ચાલે ત્યારે ગરમીમાં હેરાન પરેશાન થઇ જવાય છે, પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને સૌના હોશ ઉડાવી દીધા છે.

ભારતના લોકો હંમેશા જુગાડી રહ્યા છે અને કોઈપણ સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ જરૂર શોધી જ લેતા હોય છે, હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક જુગાડનો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે, જેને લગ્નની અંદર અજમાવવામાં આવ્યો છે અને આ જુગાડ એટલો સફળ થયો કે IAS અધિકારી પણ આ જુગાડ જોઈને કાયલ થઇ ગયા.

લગ્ન સમારોહમાં મંડપના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલ થ્રેસીંગ મશીનનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. મહેમાનોના સ્વાગત માટે ત્યાં થ્રેસિંગ મશીન લગાવવામાં આવ્યું હતું જે લગ્નમાં ખુબ જ ઉપયોગી નીવડ્યું. IPS ઓફિસર અવનીશ શરણ દ્વારા ટ્વીટ કરાયેલા આ વીડિયોમાં લગ્ન સમારોહમાં આવનારા મહેમાનો માટે થ્રેશિંગ મશીનનો એર કન્ડીશનીંગ સિસ્ટમ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

IPS અધિકારીએ પોતાની પોસ્ટમાં કેપ્શન આપ્યું હતું કે “થ્રેસરની હવાથી વરઘોડાનું સ્વાગત કરો. અદ્ભુત વિચાર. માનવસર્જિત પાણીની જગ્યા પર મૂકવામાં આવેલા મશીનની સામે લોકો ઠંડા પવનનો આનંદ લેતા અને તસવીરો લેતા જોઈ શકાય છે. આ વીડિયોને ટ્વિટર પર હજારો લોકોએ લાઈક કર્યો છે અને લાખો વાર જોવામાં આવ્યો છે. યુઝર્સે વીડિયો જોઈને મજા કરી અને મજેદાર કોમેન્ટ્સ પણ કરી.

એક યુઝરે કમેન્ટ કરી “શું જબરદસ્ત આઈડિયા સર જી.” અન્ય એક યુઝરે લખ્યું કે ભારત દેશી જુગાડ માટે જાણીતું છે. ત્રીજા સોશિયલ મીડિયા યુઝરે હવાને ઠંડુ કરવામાં મશીનને મદદ કરવા માટે વોટર બોડીના મહત્વ પર ટિપ્પણી કરતા કહ્યું કે તે પાણી પર પાર્ક કરવામાં આવે છે, તેથી તે ભેજને લઈને કુલર તરીકે કામ કરી રહ્યું છે.

થ્રેસીંગ મશીન જેને થ્રેસર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક કૃષિ સાધન છે જે અનાજના દાંડીઓ અને ભૂકીમાંથી બીજ કાઢે છે. તે છોડ પર સ્ટેમ્પિંગ કરીને આ કરે છે, જેના કારણે બીજ બહાર નીકળી જાય છે. તે જ સમયે તેમાંથી જોરદાર પવન પણ નીકળે છે, જેના કારણે બીજ દબાણ હેઠળ બહાર આવે છે. આ હવાનો ઉપયોગ જુગાડની જેમ કુલર તરીકે થઈ રહ્યો છે.

Niraj Patel