દારૂના નશામાં યુવતીએ ઠોકી ગાડી અને પકડાઈ જતા પોલીસને આપી બીભત્સ ગંદી ઓફર, ચોંકી ઉઠશો સાંભળીને

વાહન ચલાવતી વખતે દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન કરવું કાનૂની અપરાધ માનવામાં આવે છે. હાઇવે અને રસ્તાઓ પર આ બાબતની ચેતવણી પણ મોટા અક્ષરોમાં લખવામાં આવે છે. છતાં પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓ જોવા મળે છે.નશામાં ગાડી ચલાવતા પકડાઈ જતા દંડ પણ ફટકારવામાં આવે છે અને જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જેલ પણ થઇ શકે છે.એવામાં લોકો પોતાના અને બીજાના જીવની પરવાહ કર્યા વગર દારૂના નશામાં ધૂત થઈને વાહન ચલાવતા મળી જાય છે. એવામાં આવી જ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટના હાલ સામે આવી છે જે ખુબ જ ચોંકાવનારી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર એક 21 વર્ષિય યુવતિ દારુના નશામાં ધૂત થઈને ગાડી ચલાવી રહી હતી અને નિયંત્રણ ગુમાવતા સાઈન બોર્ડને ટક્કર મારી હતી.ઘટનાની જાણ થતા જ પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. ઘટનાસ્થળ પર અન્ય લોકોએ પોલીસને જણાવ્યું કે મહિલા ગાડી ચલાવી રહી હતી અને નિયંત્રણ ગુમાવતા તે રસ્તા પર ફૂટપાથ પર ચઢી ગઈ અને ટ્રાફિક સાઈન સાથે અથડાઈ હતી.

(પ્રતીકાત્મક તસવીર)

જો કે પોલીસના પહોંચતા પહેલા જ મહિલા કે જેનું નામ ડલ્સ આર્ટિજ છે તે ત્યાંથી ભાગી ગઇ હતી.થોડીવાર બાદ એક વ્યક્તિ ત્યાં આવી અને તેણે પોલીસને કહ્યું કે અકસ્માત માટે તે જવાબદાર છે. પરંતુ પોલીસ તપાસમાં ડલ્સ જવાબદાર હોવાનું સામે આવ્યું. જેમાં સાબિત થયું નશાની હાલતમાં યુવતી જ કાર ચલાવી રહી છે.

જેના પછી તેને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી. રસ્તામાં જ આરોપી મહિલાએ પોલીસકર્મીઓને રિશ્વત આપવાની કોશિશ કરી હતી અને તેઓને પૈસા આપવાની અને પોતાની સાથે સંબંધ બાંધવાની ઓફર આપી હતી.સમગ્ર જાંચમાં શામિલ એક પોલીસકર્મીએ આ પુરી ઘટના ફેસબુક પર પોસ્ટ કરી હતી જેના પર લોકો જાત જાતની પ્રતિક્રયાઓ આપી રહ્યા છે.હાલ આરોપી મહિલા અને પોલીસની કસ્ટડીમાં છે.મળેલી જાણકારી અનુસાર આ ઘટના ગત બુધવારના રોજ અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં બની છે.

Krishna Patel