આજ કાલ સેલ્ફીનો જમાનો છે. લોકો સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે. ખાસ કરીને છોકરીઓમાં સેલ્ફીનો ક્રેઝ વધારે છે. પરંતુ ક્યારેય ક્યારેક સેલ્ફી લેતી વખતે એવી ઘટના બની જાય છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સેલ્ફીના ચક્કરમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે તો ઘણા લોકોને સેલ્ફીના ચક્કરમાં શરમમાં મુકાવાનો વારો પણ આવ્યો છે.
આજે અમે જે ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમા કંઈક એવું જ બન્યું છે. હકિકતમાં એક છોકરી રોડના કિનારે ઉભા રહીને સેલ્ફી લઈ રહી હતી ત્યારે જ અચાનક તેમની પાસે રીંછ આવી જાય છે. જો કે આ બન્ને છોકરીઓને ખબર નહોતી કે તેમની સાથે સેલ્ફી વખતે આવી ઘટના બનશે. હાલમાં આ રીંછે કરેલી હરકતની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. જેને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.
એક અહેવાલ પ્રમાણે આ વીડિયો દક્ષિણ અમેરિકી દેશ મેક્સિકોનો છે. જ્યાના ચિપિંક ઈકોલોજિકલ પાર્કમાં આ ઘટના જોવા મળી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાર્કમાં બે છોકરીઓ ફરી રહી છે. જ્યારે આ બન્ને છોકરીઓ પાર્કના એક રસ્તાના કિનારે સેલ્ફી લેવા ઉભી રહે છે ત્યારે ત્યાં એક રીંછ આવી જાય છે. રીંછ પહેલા આ છોકરીને સુંઘવા લાગે છે અને પછી જ્યારે છોકરી સેલ્ફી લે છે ત્યારે તે સાથે પોઝ આપવા લાગે છે. એટલું જ નહીં જ્યારે છોકરી સેલ્ફી લઈ લે છે ત્યારે તે નિરીક્ષણ કરે છે અને પછી જમીન પર પડી જાય છે અને ત્યાંથી દૂર પણ નથી જતું. આશ્ચર્યજનક વાત એ છે કે આ રીંછ સેલ્ફી લઈ રહેલી છોકરીના પગને પોતાના દાંત વડે બચકું ભરવાની કોશીશ કરે છે. આ વીડિયોને એનબીએના પૂર્વ ખેલાડી રેક્સ ચૈપમેનને પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
This girl has nerves of steel.
She actually took a selfie with the big guy… pic.twitter.com/I3Ezyn8q7G
— Rex Chapman🏇🏼 (@RexChapman) July 19, 2020
આ વીડિયોને શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું કે, આ છોકરીના નર્વ્સ સ્ટીલના બનેલા છે. તેણે એટલા મોટા વ્યક્તિ સાથે સેલ્ફી લીધી છે. તેમણે આ વીડિયો ગયા વર્ષે જુલાઈમાં શેર કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે હવે તો જાનવરોને પણ સેલ્ફીનો ક્રેઝ લાગ્યો છે.