Video: આ ભાઈ રસ્તે રઝળતા શ્વાનને લાત મારવા ગયો પરંતુ તરત જ મળી ગયું તેને તેના કર્મનું ફળ, CCTVમાં કેદ થઇ ગઈ લાઈવ ઘટના

ઘણીવાર આપણે ઘણા લોકોને જોયા હશે જે હંમેશા તકલીફોમાં જ જીવતા હોય છે અને ત્યારે ઘણા લોકો આવા લોકોને જોઈને એમ પણ કહે છે કે તે તેમના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે. આપણે હંમેશા સાંભળ્યું છે કે ઈશ્વર દરેક વાતનો ન્યાય કરે છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો લાઈવ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો. જેને જોઈને લોકોએ પણ કહ્યું કે કર્મનું ફળ તરત જ મળી ગયું.

ઈન્ટરનેટ પર ઘણા એવા વીડિયો પણ જોવા મળે છે જેમાં માણસો પ્રાણીઓને હેરાન કરતા કે મારતા જોવા હોય છે. કેટલાક એવા વીડિયો હોય છે જે જોઈને હૃદય હચમચી જાય છે. આજે પણ અમે તમને આવા જ એક વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક વ્યક્તિ રખડતા શ્વાનને લાત મારવાની કોશિશ કરી રહ્યો છે પરંતુ તરત જ તે વ્યક્તિને તેની ભૂલની સજા પણ મળે છે. વીડિયો જોયા પછી તમે પણ હસવાનું રોકી નહીં શકો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રસ્તા પર ચાલતો એક વ્યક્તિ એક માસૂમ રખડતા શ્વાન પાસે પહોંચે છે અને તેને જોરથી લાત મારવાની કોશિશ કરે છે. પરંતુ તે આ પ્રયાસમાં નિષ્ફળ જાય છે. શ્વાનને લાત મારતી વખતે માણસ પોતાનું સંતુલન ગુમાવે છે અને તે લપસી જાય છે. આ દરમિયાન તેની પીઠ પર તે જમીન પર પડી જાય છે.

આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જો તમે પણ આ વીડિયો જોશો તો તમે તમારા હસવા ઉપર કાબુ નહિ રાખી શકો. ઘણા લોકો આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ માણસને તેના કર્મની સજા તરત જ મળી ગઈ.

Niraj Patel