“માનો તો શ્રદ્ધા અને ના માનો તો અંધશ્રદ્ધા”, રાજકોટના મહાદેવ મંદિરમાં નંદી મહારાજે પીધું દૂધ ? ચમત્કાર જોવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટ્યું, જુઓ વીડિયો

આપણે દેશ ધર્મ પ્રધાન દેશ છે અને તેમાં પણ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઘણા સંત મહંતો થઇ ગયા અને ભગવાન પણ ગુજરાતની ધરતી ઉપર અવતર્યા છે. ત્યારે ગુજરાતના ઘણા ગામો અને ઘણા શહેરોની અંદરથી ઘણીવાર વાતો આવતી હોય છે કે માતાજીએ અથવા ભાગવાને પરચા આપ્યા અને ઈશ્વરના આ સાક્ષાત્કારને જોવા માટે ભક્તોના ઘોડાપુર ઉમટે છે.

ત્યારે હાલ એવી જ એક ઘણા રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં મોટામવા વિસ્તારમાં આવેલા કપિલેશ્વર મહાદેવના મંદિરમાં ગત રોજ સાંજ બાદ ભગવાન શિવજીના વાહક અને જેનું મંદિરમાં અચૂક સ્થાન હોય છે એવા નંદી મહારાજે પાણી અને દૂધ પીધું હોવાની લોક વાયકાએ લોકોમાં કુતુહલ જન્માવ્યું હતું અને ભક્તો પણ મંદિરમાં દોડી ગયા હતા.

આ વાત સમગ્ર શહેરમાં વાયુવેગે ફેલાઈ હતી, અને આ નજારો જોવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, તેમજ ભક્તોએ ચમચીથી નંદી મહારાજને દૂધ અને પાણી પણ પીવડાવ્યું હતું. આ ઘટનાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા.સોશિયલ મીડિયામાં પણ આ વીડિયોને જોઈને લોકોને અચરજ થયું હતું.

ત્યારે આ ઘટનાને લઈને મંદિરના પૂજારી કનૈયાલાલ જણાવ્યું હતું કે, તેમને પોતાને આ વાતની કોઈ ખબર નહોતી પરંતુ સંધ્યા સમયે કેટલાક લોકોએ તેમને આવીને કહ્યું કે નંદી મહારાજ પાણી અને દૂધ પીવે છે, જેની વાત થોડી જ વારમાં વાયુવેગે પ્રસરતા દોઢસોથી બસ્સો ભક્તો મંદિરમાં આવ્યા હતા ને તેમને ચમચી ભરીને નંદી મહારાજને પાણી અને દૂધ પીવડાવ્યું હતું.

જો કે હવે આ ઘટનામાં કેટલું તથ્ય છે તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું છતાં પણ આ એક શ્રદ્ધાનો વિષય છે અને આ ઘટના પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું હોઈ શકે છે, પરંતુ આ માનો તો ચમત્કાર છે અને ના માનો તો અંધશ્રદ્ધા છે. પરંતુ આપણા ગુજરાતની અંદર અંધશ્રદ્ધા કરતા શ્રદ્ધાથી જોડાયેલા લોકોનો એક મોટો વર્ગ છે અને તેના કારણે જ લોકો પણ આ ઘટનાને શિવજીના ચમત્કાર માની રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે, કોઈ તેને વૈજ્ઞાનિક કારણ જણાવી રહ્યા છે તો કોઈ સાક્ષાત શિવજીનો ચમત્કાર પણ ગણાવી રહ્યા છે. પરંતુ મંદિરની અંદર લોકોના ટોળા ઉમટી રહ્યા છે અને ચમચીથી નંદી મહારાજને દૂધ પણ પીવડાવી રહ્યા છે.

Niraj Patel