યુક્રેનમાં મોતને ભેટેલા નવીનના પિતાએ રડતી આંખોએ વ્યક્ત કર્યું પોતાનું દુઃખ,જણાવ્યું, શા કારણે દીકરાને મોકલવો પડ્યો યુક્રેન ?

રશિયન સેના યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહી છે. મિસાઇલો છોડવામાં આવી રહી છે. યુક્રેનની સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. રશિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યાં નથી. આ બધાની વચ્ચે રોજબરોજ નાગરિકોના મોત થઈ રહ્યા છે. યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનું રશિયન હુમલામાં મોત થયું હતું.

નવીન શેખરપ્પાએ એક યુવાન પુત્ર ગુમાવ્યા બાદ દેશની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ડોક્ટર બનવાના સપના સાથે એમબીબીએસનો અભ્યાસ કરવા યુક્રેન ગયેલા નવીનના પિતાએ જણાવ્યું છે કે તેમના પુત્રએ પીયુસીમાં 97 ટકા માર્ક્સ મેળવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નવીનના પિતાએ કહ્યું છે કે PUCમાં 97 ટકા માર્ક્સ મેળવવા છતાં તેમના પુત્રને રાજ્યમાં મેડિકલ સીટ મળી શકી નથી.

ANI અનુસાર, જ્ઞાનગૌદારે કહ્યું, ડોનેશનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, હું તમામ નેતાઓ અને અધિકારીઓને આ બાબતે ધ્યાન આપવાની વિનંતી કરું છું. ભારતના બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે વિદેશ જવું પડે છે કારણ કે તેમને દેશમાં મેડિકલ સીટ મેળવવા માટે કરોડો રૂપિયા ચૂકવવા પડે છે અને આપણા વિદ્યાર્થીઓ એ જ શિક્ષણ વિદેશમાં અથવા તો અહીંથી ઓછા પૈસા ખર્ચીને મેળવે છે. ત્યાંની સંસ્થાઓમાં પ્રેક્ટિકલ સાધનો પણ અહીં કરતાં વધુ સારા છે. અહીં ભારતમાં કાસ્ટના આધારે સીટોની ફાળવણી કરવામાં આવે છે. મારા પુત્રને PUCમાં 97 ટકા માર્કસ આવ્યા હતા, છતાં તે રાજ્યમાં મેડિકલ સીટ મેળવી શક્યો ન હતો.

યુક્રેનના ખાર્કિવમાં રશિયન ગોળીબારમાં જીવ ગુમાવનાર નવીનના પિતાએ પણ કહ્યું છે કે મેડિકલમાં સીટ મેળવવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડશે. નવીનના પિતાએ કહ્યું છે કે અહીં મેડિકલ સીટ માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે, ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ આના કરતા ઓછા પૈસા ખર્ચીને વિદેશમાં સમાન શિક્ષણ મેળવી રહ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના હાવેલીના રહેવાસી નવીન શેખરપ્પા, જેણે ખાર્કિવમાં MBBSનો અભ્યાસ કર્યો હતો, તેનું રશિયન ફાયરિંગમાં મોત થયું હતું. નવીનના મૃત્યુની માહિતી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. આ ઘટના બાદ પીએમ મોદીએ પણ નવીનના પિતા સાથે ફોન પર વાત કરી અને પીડિત પરિવારને સાંત્વના આપી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પણ કહ્યું છે કે સરકાર નવીનનો મૃતદેહ યુક્રેનથી લાવવાનો પ્રયાસ કરી રહી છે.

Niraj Patel