નવસારીમાં એકના એક દીકરાએ કર્યો પારિવારિક કારણોથી કંટાળીને આપઘાત, પરિવારના માથે તૂટી પડ્યુ આભ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી અનેક આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે આત્મહત્યા કરતા હોય છે તો ઘણા આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરતા હોય છે. ઘણીવાર કેટલાક યુવાનો પારિવારિક કારણોને પણ પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો નવસારીમાંથી સામે આવ્યો છે. જેમાં એક 24 વર્ષના યુવકે પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ યુવકે અંતિમ મેસેજ પણ લખ્યો હતો, જેમાં તેણે લખ્યુ હતુ કે મમ્મીને સાચવજો. પરિવારના એકના એક દીકરાએ આવી રીતે આપઘાત કરી લેતા પરિવારના માથે તો જાણે આભ ફાટી પડ્યુ છે.

ઘટનાની વિગત તપાસીએ તો, શહેરના ધર્મીનગર નજીક સરદાર હાઇટ્સ આવેલુ છે અને ત્યાં પૂર્ણા બિલ્ડિંગમાં રહેતા 24 વર્ષિય યુવકે પોતાના બેડરૂમમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતુ. મૃતકનું નામ શ્રેયસ હોવાનું સામે આવ્યુ છે. શ્રેયસની માતા રસોડામાં કામ કરતી હતી અને આ દરમિયાન તેણે આપઘાત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, પોલિસ અનુસાર શ્રેયસ પારિવારિક તણાવ હેઠળ આવી ગયો હતો, તેના માતા-પિતાનો સંબંધ બરાબર ચાલતો ન હતો જેના કારણે તેમના છૂટાછેડાની પ્રક્રિયા શરૂ હતી તો બીજીબાજુ જોઇએ તો, તેની બહેને પણ લવ મેરેજ કર્યા હતા.

આ બે બાબતને લઇને તે ખૂબ જ ચિંતિત હતો અને તણાવમાં હતો. આ કારણોને લીધે જ તેણે આત્મહત્યા કરી હશે તેવું પરિવારે પોલીસને પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. શ્રેયસે આપઘાત પહેલા પાડોશમાં રહેતા પારિવારિક સભ્યને છેલ્લે મેસેજ કર્યો હતો, જેમાં તેણે લખ્યુ હતુ કે, ‘મમ્મીને સાચવજો’. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ટાઉન પોલિસ ઘટનાસ્થળે આવી હતી અને તે બાદ લાશને કબ્જે લઇને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડી હતી. પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Image source

ઉલ્લેખનીય છે કે, શ્રેયસે તેની મોટી બહેનને લગભગ દસેક વાગ્યે મેસેજ કર્યો હતો અને તેની બહેન ઘરકામમાં વ્યસ્ત હતી જેના કારણે તેણે આ મેસેજ જોયો ન હતો. જ્યારે તેની માતાએ બહેનને ભાઈના આપઘાત અંગેની જાણ કરી ત્યારબાદ મોબાઈલમાં તેણે મેસેજ જોયો હતો. મૃતક બીબીએના છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર હતો. તે સ્વભાવે શાંત હતો અને બહોળું મિત્રવર્તુળ ધરાવતો હતો. રવિવારના રોજ તેના કોઇ મિત્રએ તેને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો જે બાદ મૃતકની બાજુમાં તેના નાના-નાનીનું ઘર હોવાને કારણે તેણે ત્યાં ફોન કર્યો અને બાદમાં મૃતકની માતાએ આવીને જોયુ તો ઘર બંધ હોતુ, જે બાદ ઘરનો દરવાજો ખોલતા તેના આપઘાતની જાણ થઈ હતી.

Shah Jina