સુરત : આયુર્વેદિક મસાજના નામે થતો હતો દેહવેપારનો ધંધો, પોલિસે રેડ પાડતા જ એવી હાલતમાં મળી આવ્યા ગ્રાહક કે…

ગુજરાતમાંથી અવાર નવાર પોલિસ દ્વારા દેહ વેપારનો ધંધો થવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. આવા કિસ્સામાં સુરત અને વડોદરા અગ્રેસર છે, ત્યારે ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે, જે સુરતના વેસુ વીઆઇપી રોડ વિસ્તારનો છે. સુરતમાં વેસુ વીઆઇપી રોડ પર આગમ શોપિંગ વર્લ્ડ પાસે મહાલક્ષ્મી ડ્રીમ્સના બીજા માળે ક્રિયા સ્પામાં આયુર્વેદિક મસાજના નામે રેકેટ ચાલતું હોવાનો પર્દાફાશ ઉમરા પોલિસે કર્યો હતો. રવિવારે બપોરના રોજ પોલિસના ડી સ્ટાફને બાતમી મળી હતી કે સ્પામાં રેકેટ ચાલી રહ્યુ છે, ત્યારે આ બાતમીને આધારે પોલિસે ડમી ગ્રાહકને 2 હજાર રૂપિયા આપ્યા અને ત્યાં મોકલ્યો હતો.

જેમાં સ્પાનો માલિક કે જે આ રેકેટ ચલાવે છે તે અને મેનેજર તેમજ 6 ગ્રાહકો રંગરેલિયા મનાવતા ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે, આ રેકેટમાં જે 20 મહિલાઓ કામ કરતી હતી તેમને મુક્ત કરવામાં આવી હતી. ઘટનાની વિગત તપાસીએ તો, પોલિસે બાતમીને આધારે જયારે રેડ કરી ત્યારે 16 લલના મળી આવી હતી, જેમાં 10 કેબિનમાં 3 અન્ય કેબિનમાં મળી આવી હતી અને 3 ગ્રાહકો મળી આવ્યા હતા, જે કઢંગી હાતલતમાં હતા.આ ઉપરાંત પણ અન્ય એક મહિલા બીજા કેબિનમાંથી મળી આવી હતી.

પોલિસે 20 હજાર ઉપરની રોકડ, 150થી વધુ કોન્ડોમ અને મોબાઇલ મળી કુલ 30960 રૂપિયાનો મુદ્દામાલ રેડ દરમિયાન કબ્જે કર્યો હતો. 6 ગ્રાહકો જે મળી આવ્યા હતા તે પૈકી 2 હીરાના વેપારીઓ હતા અને એક-એક એમ્બોઇડરી અને જરીના વેપારી હતા. બાકીમાં એક રિક્ષાચાલક અને એક સિક્યોરિટી ગાર્ડ હતો. હવે જે 20 જેટલી યુવતિઓ હતી તેની વાત કરીએ તો, તેમાંની 2 ઉત્તરપ્રદેશ, એક મહારાષ્ટ્ર અને બે યુવતિઓ સુરતની હતી.

આ ઉપરાંત 15 યુવતિઓ કોલકત્તાની હતી. ઉલ્લેખનીય છે કે, જે સ્પામાં રેડ પાડવામાં આવી હતી ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જો તેની પોલિસ તપાસ કરે તો ઘણી વાતો બહાર આવે તેમ છે. આ ધંધાની રકમની વાત કરીએ તો, ધંધામાંથી 50 ટકા રકમ લલનાઓ આપવામાં આવતી. જે ગ્રાહકો સ્પામાં આવે તેના પાસેથી રૂપિયા 2000 લેવામાં આવતા હતા. અને આ 2 હજારમાંથી એક હજાર રૂપિયા લલનાને આપવામાં આવતા.

પકડાયેલા આરોપીની વાત કરીએ તો, સ્પાનો માલિક કે જેનું નામ અનુરાગ તિવારી છે તે અને સ્પાનો મેનેજર કે જેનું નામ વિક્કી ચૌધરી છે. આ ઉપરાંત પણ બીજા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Shah Jina