iPhone રિંગટોનની નકલ કરવામાં ઉસ્તાદ છે આ પોપટ,સાંભળીને તમે પણ કહેશો વાહ!

માણસો અને પક્ષીઓની દોસ્તી હજારો વર્ષ જૂની છે. કારણ કે આપણે આપણા ઘરમાં ઘણા પક્ષીઓ રાખતા હોઈએ છીએ. તેમાના ઘણા પક્ષીઓ એટલા બાહોસ હોય છે કે કોઈપણ અવાજની નકલ સરળતાથી કરી શકે છે. એમાં પોપટ સૌથી અલગ પક્ષી છે. પોપટને આપણે ઘણીવાર સીતારામ કે કોઈ વ્યક્તિના નામ લેતો સાંભળ્યો હશે. કારણ કે તે બીજાની નકલ સારી રીતે કરી શકે છે.

પરંતુ શું તમે ક્યારેય કોઈ પોપટને iPhoneની રિંગટોનની નકલ કરતા સાંભળ્યો છે. નહીં ને! તો આજે અમે તમને એક વીડિયો બતાવીશું જેમા એક પોપટ આ રિંગ ટોનની કોપી કરી રહ્યો છે.
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમણે પણ આ વીડિયો જોયો તે મોમા આંગળા નાખી ગયા.

કારણ કે દરેકના મનમાં એવો જ વિચાર આવે છે કે કોઈ પક્ષી કેવી રીતે આટલી સટીક રીતે કોપી કરી શકે. જણાવી દઈએ કે આ વીડિયોને સૌથી પહેલા ગુચ્ચી ગૌડા નામના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ એકાઉન્ટ વોસમેરી ઈક્લેક્ટસ પાળતુ પ્રાણીઓના વીડિયો અને તસવીરોને સમર્પિત છે.

 

View this post on Instagram

 

A post shared by Gucci Gowda (@gucci_gowda_007)

આ વીડિયોને જોયા બાદ યૂઝર્સ લાઈક અને કોમેન્ટ કરવાથી પોતાની જાતને રોકી શકતા નથી. લોકોને આ પોપટની કલા ખુબ પસંદ આવી રહી છે. આ પોપટનું નામ ગુક્કી છે. લોકોએ પોપટને માણસોની નકલ કરતા તો જોય હશે પરંતુ કોઈ રિંગટોનની નકલ પહેલીવાર સાંભળી.

 

YC