7માં ધોરણમાં ભણતા વિધાર્થીએ પહેલા મોબાઈલમાં જોયો વીડિયો અને પછી ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું, માતા-પિતા આઘાતમાં

મોબાઈલ ઉપર વીડિયો જોઈને 7માં ધોરણના વિધાર્થીએ કર્યો આપઘાત, પરિવારજનો પર દુઃખનો આભ તૂટી પડ્યો અને કહ્યું કે આપઘાત…

દેશભરમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, છેલ્લા થોડા સમયથી નાની ઉંમરના બાળકો પણ મોતને વહાલું કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે, હાલ એવી જ એક ઘટનાએ ચકચારી મચાવી છે, જેમાં એક 7માં ધોરણમાં ભણતા બાળકે પહેલા મોબાઈલમાં વીડિયો જોઈને અને પછી ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના હરિયાણાના પાનીપત જિલ્લાના ઇસરાના તાલુકાના ગામ ડાહરની છે. જ્યાં એક 12 વર્ષના કિશોરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. આ કિશોરે ઘરમાં છત ઉપર લાગેલા લોખંડના હુકમાં દુપટ્ટો લગાવીને ગળે ટુંપો ખાઈ લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે વિધાર્થીએ પહેલા મોબાઈલમાં વીડિયો ચલાવ્યા અને બાદમાં આપઘાત કરી લીધો. ફંદા ઉપર લટકેલું દીકરાનું શબ જોઈને તેના માતા-પિતાના પણ હોશ ઉડી ગયા હતા.

કિશોરને ફંદા ઉપર લટકેલો જોઈને તેના પરિવારજનોએ તેને નીચે ઉતાર્યો અને તેને ઉતાવળમાં હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો. મામલાની સૂચના મળતા પોલીસ પણ આવી પહોંચી અને શબનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારજનોને સુપ્રત કરી દેવામાં આવ્યું.

ઇસરાના પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ગુરુવાર સાંજની છે. ડાહર ગામમાં રહેવા વાળા 12 વર્ષીય સૌરભ સાતમા ધોરણનો વિધાર્થી છે. તેનો મોટોભાઈ ગૌરવ 9માં ધોરણમાં ભણે છે. તેની માતા ઘરની બહાર દુકાનમાં બ્યુટી પાર્લર ચલાવે છે. ઘરમાં બે ઓરડા છે. એક ઓરડો ઘરમાં નીચે અને બીજો ઉપર.

સૌરભ ગુરુવાર સાંજે બહાર રમી અને ઘરે આવ્યો અને સીધો જ ઉપર ચાલ્યો ગયો. ત્યાં જઈને તેને રૂમમાં પોતાને જ બંધ કરી લીધો. થોડીવાર બાદ જયારે ઘરવાળા રૂમમાં ઉપર ગયા તો જોયું કે રૂમનો દરવાજો બંધ છે. ગમેતેમ કરીને દરવાજો ખોલી પરિવારજનો રૂમમાં પહોંચ્યા ત્યારે જોયું કે સૌરભ દુપટ્ટાના ફંદા સાથે લટકેલો છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સૌરભના આ પગલું ભરવા પાછળનું કોઈ નક્કર કારણ નથી. તેમને કોઈ પણ પ્રકારની જાણકારી નથી મળી.

Niraj Patel