સુરેન્દ્રનગરમાં પુત્રવધુની વેલ લાવવા માટે ખાસ હેલીકૉપ્ટર મોકલવામાં આવ્યું, 200 ગાડીઓના કાફલાના સાથે થયું ભવ્ય સ્વાગત

આવો કિસ્સો જિંદગીમાં નહિ જોયો હોય…સુરેન્દ્રનગરમાં સાસરી પક્ષે વહુબેટાને લેવા હેલિકોપ્ટર મોકલ્યું, PHOTOS જોઈને કરશો પેટ ભરીને વખાણ

હાલ લગ્નનો માહોલ પુરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર લગ્નેચ્છુક યુગલો લગ્નના બંધનમાં બંધાઈને નવા જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. ઘણા લગ્નોની અંદર વૈભવી ઠાઠમાઠ પણ જોવા મળે છે તો ઘણા લગ્નમાં એવું ખાસ આયોજન કરવામાં આવે છે કે લોકો પણ જોઈને આભા રહી જાય છે.

છેલ્લા કેટલાક સમયથી લગ્નમાં હેલીકૉપ્ટર દ્વારા જાન લઈને જવામાં આવે છે, તો ક્યાંક વર-કન્યા હેલીકૉપ્ટરમાં આવતા જોવા મળે છે. આવો જ એક નજારો સુરેન્દ્ર નગરમાં જોવા મળ્યો હતો, જ્યાં રે સુરેન્દ્રનગરના ક્ષત્રિય પરિવારે પુત્રવધૂની વેલ લાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર વેલ પહોંચતાં જ 200થી વધુ કારના કાફલા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલાના ભાઇ અને વિશ્વહિન્દુ પરિષદ પ્રમુખ બાર એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ પ્રવીણસિંહ ઝાલાના પુત્ર યશપાલસિંહ ઝાલાના લગ્ન ધ્રાંગધ્રાના રાજેન્દ્રસિંહ જાડેજાની પુત્રી ખુશાલીબા સાથે યોજાયા હતા, જેમાં ઝાલા પરિવારે લગ્નપ્રસંગે વધૂની વેલ હેલિકોપ્ટરથી પહોંચાડવાનું આયોજન કર્યું હતું.

પુત્રવધુને ધ્રાગંધ્રાથી લઈને આવેલા હેલિકોપ્ટરને વડનગર પાસે હેલિપેડ ઉપર ઉતારવામાં આવ્યું હતું. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે 200થી પણ વધુ કારનો કાફલો પહોંચી ગયો હતો. જેમાં બાર એસોસિયેશન સુરેન્દ્રનગર ઉપપ્રમુખ દિગ્વિજસિંહ ઝાલા સહિત ઝાલા પરિવાર અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સુરેન્દ્રનગરમાં પહેલીવાર હેલિકોપ્ટરથી વધુની વેલ આવવાના કારણે આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. આસપાસના વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. પુત્રવધુની વેલ હેલિકોપ્ટર દ્વારા લાવીને ઝાલા પરિવાર દ્વારા સમાજને પણ એક અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.

Niraj Patel