લારા દત્તા બાદ 21 વર્ષ પછી ભારતના ચંદીગઢની સુંદરી હરનાઝ સંધુએ જીત્યો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ

ભારતની હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો છે. આ વર્ષે 12 ડિસેમ્બરે ઇઝરાયેલમાં 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 75 થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો, પરંતુ ત્રણ દેશોની મહિલાઓએ ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું, તેમાંથી એક ભારતની હરનાઝ સંધુ હતી. જોકે, દક્ષિણ આફ્રિકા અને પેરાગ્વે બંનેને પાછળ છોડીને ભારતના હરનાઝ સંધુએ કોસ્મિક બ્યુટીનો તાજ પોતાના નામે કર્યો.

21 વર્ષની હરનાઝે 75 દેશોની સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે.આ સમારોહનો ભાગ બનવા માટે દિયા મિર્ઝા પણ ભારતથી આવી પહોંચી હતી. ઉર્વશી રૌતેલાએ આ વખતે મિસ યુનિવર્સ 2021ની સ્પર્ધાને જજ કરી હતી. ત્રણેય ટોપ સ્પર્ધકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને તમે શું સલાહ આપશો?

આના જવાબમાં હરનાઝ સંધુએ કહ્યું, તમારે માનવું પડશે કે તમે અનન્ય છો અને તે જ તમને સુંદર બનાવે છે. બહાર આવો, તમારા માટે બોલતા શીખો કારણ કે તમે તમારા જીવનના નેતા છો. આ જવાબ સાથે હરનાઝે સંધુ પાસેથી આ વર્ષની મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો. પંજાબના ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધુ મોડલ છે.હરનાઝે થોડા સમય પહેલાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ.

હરનાઝે વર્ષ 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ જીત્યો. આ બે ટાઈટલ જીત્યા બાદ હરનાઝે મિસ ઈન્ડિયા 2019માં ભાગ લીધો અને પછી તે ટોપ 12માં પહોંચી ગઈ. મોડલિંગની સાથે હરનાઝે એક્ટિંગમાં પણ ઝંપલાવ્યું છે. હરનાઝ પાસે બે પંજાબી ફિલ્મો ‘યારા દિયા પુ બરન’ અને ‘બાઈ જી કુતંગે’ છે.

ભારતે મિસ યુનિવર્સ સ્પર્ધામાં બે વખત પોતાનું સ્થાન બનાવ્યું છે. હરનાઝ ભારતની ત્રીજી મિસ યુનિવર્સ છે. સુષ્મિતા સેને વર્ષ 1994માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેણે આ તાજ હાંસલ કર્યો હતો. ત્યાં વર્ષ 2000માં લારા દત્તાએ આ તાજ પોતાના નામે કર્યો હતો.

હરનાઝની વાત કરીએ તો, તે ચંદીગઢની રહેવાસી છે. તેનો જન્મ શીખ પરિવારમાં થયો હતો. હરનાઝ ફિટનેસ અને યોગ પ્રેમી છે. તેની પાસે બે પંજાબી ફિલ્મો ‘બાઈ જી કુત્તંગે’ અને ‘યારા દિયાં પૂ બરન’ છે, જે આવતા વર્ષે રિલીઝ થશે. ભારત ઉપરાંત ટોપ 3માં પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે, જેને હરાવીને હરનાઝે તાજ જીત્યો હતો.

તમને જણાવી દઈએ કે દેશમાં 21 વર્ષ બાદ આ તાજ પાછો આવ્યો છે. હરનાઝ પહેલા અભિનેત્રી લારા દત્તાએ વર્ષ 2000માં આ તાજ જીત્યો હતો. ભારતની હરનાઝ સંધુએ ઈઝરાયેલમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી લીધી છે. 21 વર્ષની હરનાઝે 75 દેશોની સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina