આ ચોર છે ગજબનો… મંદિરમાં ચોરી કરતા પહેલા ભગવાનને બે હાથ જોડી કરી પ્રાર્થના, પછી દાનપેટી કરી નાખી સફાચટ, CCTVમાં ઘટના કેદ

મંદિરમાંથી દાનપાત્ર ચોરી કરતા પહેલા કર્યા ભગવાનના ચરણસ્પર્શ, સીસીટીવી વીડિયો જુઓ

કોરોના કાળમાં ઘણા લોકોના નોકરી ધંધાઓ છૂટી ગયા, ઘણા લોકો એવા છે જે નાનું મોટું કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા તો કોઈ ખોટા ધંધામાં પણ વળી ગયા, ઘણા લોકો ચોરીના રવાડે પણ ચઢી ગયા છે, દેશભરમાંથી ચોરીની ઘણી ઘટનાઓ પણ સામે આવવા લાગી છે. ઘણા ચોર તો ભગવાનના મંદિરને પણ નથી છોડી રહ્યા અને મંદિરમાં પણ ચોરી કરી રહ્યા છે.

હાલ સોશિયલ મીડિયામાં મંદિરની ચોરીનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ચોર મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમ કાઢીને ફરાર થઇ ગયો, પરંતુ તેને આ ચોરી કરતા પહેલા જે કર્યું તે ખરેખર હેરાન કરી દેનારું હતું. આ ચોરે મંદિરમાં ચોરી કરતા પહેલા ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી અને પછી દાનપેટીમાં હાથસાફ કરી લીધો.

આ ઘટના બની છે મહારાષ્ટ્રના થાણેમાં. જ્યાં એક ચોર દ્વારા આ અઠવાડીએ મંદિરના દાનપાત્રમાં ચોરી કરી હતી. આ ચોરની પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ પણ કરી લીધી છે. પોલીસ પણ સીસીટીવી ફૂટેજ જોઈને હેરાન રહી ગઈ હતી. આરોપીએ દાનપાત્રમાં ચોરી કરતા પહેલા ભગવાનના ચરણસ્પર્શ પણ કર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ખોપાટ બસ સ્ટેન્ડ પાસે આવેલા કબીરવાડી હનુમાન મંદિરના પૂજારી મહંત મહાવીરદાસ દ્વારા ગુરુવારના રોજ આ ઘટનાની જાણકરી આપવામાં આવી હતી. ફરિયાદકર્તાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે મંગળવારની રાત્રે 8થી 9.30 કલાકની વચ્ચે મંદિરમાં ચોરી થઇ હતી. પૂજારી તે સમયે કોઈ કામ માટે મંદિરની બહાર ગયા હતા તે જયારે પાછા આવ્યા ત્યારે ભગવાનની મૂર્તિ સામેનું દાનપાત્ર ગાયબ હતું. પુજારીએ જણાવ્યું કે દાનપાત્રમાં એક હજાર રૂપિયા હતા.

પોલીસે ફરિયાદ બાદ મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી. જેમાં એક યુવક મંદિરમાં આવતો જોવા મળ્યો. તે મોબાઈલથી મંદિરની તસવીરો લઇ રહ્યો હતો. જેના બાદ ભગવાનને પગે લાગે છે અને પછી તરત જ દાનપાત્ર લઈને બહાર ચાલ્યો જાય છે. મંદિરની બહાર લાગેલા સીસીટીવીમાં પણ જોવા મળી રહ્યું છે કે તેની સાથે મંદિરની બાહર કોઈ રાહ પણ જોઈ રહ્યું હતું.

પોલીસે પુછપરછના આધાર ઉપર સંદિગ્ધોને પકડવાનું શરૂ કર્યું અને ગુરુવાર સાંજે સાંજે આરોપી 18 વર્ષીય કેજસ મ્હસદેને ઉઠાવી લીધો. તેના સાથી 21 વર્ષીય સૂરજ ટોરાને પણ ઝડપી લેવામાં આવ્યો. પોલીસે દાનપાત્રને પણ મેળવી લીધું છે અને આરોપીઓ પાસેથી 536 રૂપિયા મળી આવ્યા છે.

Niraj Patel