પૂરમાં ફસાયેલા લોકોને ભારતીય સેનાએ કાઢ્યા બહાર, વીડિયો જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે

આપણા વડિલો કહેતા હતા કે, દીકરા એકલા લાકડું પણ સળગતું નથી, તો પછી માણસ એકલો કેવી રીતે રહેશે. દરેક કાર્યને જીવનમાં એક ટીમની જરૂર હોય છે. જો તમે આ વાત સમજો છો, તો તમારી પાસે વધુ સારી ટીમ બનાવવાની ક્ષમતા છે. હાલમાં ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, લોકોને યોગ્ય જગ્યાએ લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ દરમિયાન બચાવ કાર્યમાં લાગેલા સૈનિકોનો એક વીડિયો સામે આવ્યો છે. જે રીતે તે પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢે છે, તે બતાવે છે કે ભાઈ એકતામાં મોટી શક્તિ હોય છે.

નૈનીતાલનો છે વિડિયો:
આ વીડિયોમાં જોઈ શકાય છે કે બચાવ કાર્યમાં લાગેલા જવાનો કેવી રીતે પૂર વચ્ચે લોકોને એક દુકાનમાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૈનિકોએ ચેન બનાવી છે. તેને પકડીને તેઓ ઝડપથી વહેતા પાણીમાં આગળ વધી રહ્યા છે અને લોકોનો જીવ બચાવી રહ્યા છે.

વિડીયો જોયા બાદ રૂવાડા ઉભા થઈ જશે:
પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે લોકો તેમને જોઈને જ લોકો દંગ રહી ગયા હતા, તેમનું કહેવુ છે કે તે પરિસ્થિતિને જોય ને જ અમારા રૂવાડા ઉભા થઈ ગયા. સૈનિકોએ એકબીજાનો હાથ પકડી રાખ્યો છે. જો કે એક માણસ વચ્ચે પડી પણ જાય છે પણ સૈનિકોની મજબૂત કડી નબળી પડતી નથી અને તેને સુરક્ષિત બહાર કાઢે છે.

જય હિંદની સેના:
તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે 19 ઓક્ટોબર, મંગળવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન થવાની પણ સંભાવના છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


ઉત્તરાખંડમાં રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય વાયુસેનાના ત્રણ હેલિકોપ્ટરોને સેવામાં લગાવવામાં આવ્યા છે. આમાંથી બેને નૈનિતાલ જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે, જે વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત છે. જે સ્થળોએ ભૂસ્ખલન થયું છે ત્યાં રસ્તાઓ પરથી કાટમાળ સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે.

YC