પતિની હત્યા કરી લાશ કેમિકલથી ઓગાળી રહી હતી લફરાબાજ પત્ની, ચાર દિવસ પછી થયો મોટો કાંડ

લફરાબાજ પત્નીએ પ્રેમી જોડે મળીને પતિની લાશના 8 ટુકડા કર્યા, લાશની દુર્ગંધ ન આવે એટલે યૂરિયા, મીઠું અને એસિડ અને…

પતિ-પત્નીનો સંબંધ દુનિયાનો સૌથી વધારે વિશ્વાસુ માનવામાં આવે છે. પરંતુ બિહારના મુજફ્ફપુરમાં પતિને ઠેકાણે લગાવવા માટે પત્નીએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. આરોપ છે કે, મહિલાએ પ્રેમી અને બહેન-બનેવી સાથે મળી પહેલા તો પતિની હત્યા કરી અને પછી લાશના ટુકડા કરી તેના પર કેમિકલ નાખી તેને નષ્ટ કરવાની કોશિશ કરી. આ ઘટના મુજફ્ફરપુર થાના ક્ષેત્રની છે, જયાં 30 વર્ષિય રાકેશની હત્યાનો આરોપ તેની પત્ની, પ્રેમી અને બહેન-બનેવી પર લાગ્યો છે.

ઘટનાની વિગત જોઇએ તો, બિહારના મુજફ્ફરપુરના બાલૂઘાટ મહોલ્લામાં ગત શનિવારની રાત્રે એક ત્રણ માળના મકાનમાં કેમિકલને કારણે બ્લાસ્ટ થયો હતો. સૂચના મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને આગને બુઝાવી હતી. આગ બુજાવ્યા બાદ ખબર પડી કે ઘરમાં જે વિસ્ફોટ થયો તે સિલેન્ડરને કારણે નહિ પરંતુ કેમિકલના કારણે થયો હતો. એક પ્લાસ્ટિકના મોટા ડ્રમમાં રાખેલ કેમિકલ વચ્ચે કોઇ રિએક્શનને કારણે ઘરમાં બ્લાસ્ટ થયો હતો. તેમાં એક લાશના ઘણા ટુકડા મળ્યા જે બાદ પોલિસની પણ ઊંઘ ઉડી ગઇ હતી.

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, મૃતક રાકેશ તેના મિત્ર સુભાષ સાથે મળી દારૂનો ધંધો કરતો હતો.આ દરમિયાન તે એકવાર જેલ પણ  ગયો હતો. આ વચ્ચે તેની પત્નીને સુભાષ પૈસા અને અન્ય જરૂરતનો સામાન આપવા જતો હતો. તે બંને વચ્ચે આ દરમિયાન પ્રેમ પાંગર્યો અને જયારે રાકેશ જેલથી બહાર આવ્યો તો બંને વચ્ચે દૂરી આવવા લાગી. આ વચ્ચે રાકેશનું નામ ફરી એકવાર દારૂના કેસમાં આવી ગયુ જે બાદ તે ફરાર થઇ ગયો હતો.

પત્નીએ તેના પતિ રાકેશને તેના પ્રેમી સાથે મળી રસ્તેથી હટાવવાનો નિર્ણય કર્યો જેમાં તેના બહેન-બનેવી પણ  સામેલ થઇ ગયા હતા. પત્નીએ તીજના મોકા પર જ પતિને ઘરે બોલાવી પ્રેમી સાથે મળી તેની નિર્મમ હત્યા કરી દીધી, જેમાં મહિલાના બહેન-બનેવીએ પણ સાથે આપ્યો.રાકેશની હત્યા બાદ તેના ભાઇએ પત્ની, તેના પ્રેમી બહેન અને બનેવી પર હત્યાનો આરોપ લગાવી પ્રાથમિકી દાખલ કરાવી હતી. મૃતકના ભાઇએ જણાવ્યુ કે, તેના મોટા ભાઇની પત્નીનો સુભાષ સાથે અવૈદ્ય સંબંધ હતો. તેમના સંબંધની પૂરા સમાજને જાણકારી હતી. રાકેશ કેટલાક દિવસ પહેલા જ ઘરે આવ્યો હતો અને ભાડાના મકાનમાં રહી રહ્યો હતો.

પત્નીએ તેના પતિના લાશને 8 ટુકડામાં કાપી અને એક ડ્રમમાં રાખી દીધી. તેને ઓગાળવા માટે ડ્રમમાં યૂરિયા, મીઠુ અને તેજાબ ભરી દીધુ. રૂમમાંથી વાંસ બહાર ન આવે તે માટે આ માટે બારી-બારણામાં કપડા ભરાવી દીધા હતા. રોજ રાત્રે રૂમના ગેટ પર અગરબત્તી કરવામાં આવતી હતી. ગેસ, અગરબત્તીના સંપર્કને કારણે ધમાકો થઇ ગયો જો કે, SFLની ટીમનું કહેવુ છે કે, કેમિકલની તપાસ અને એનાલિસિસ બાદ જ પૂરી હકિકત સામે આવશે.

Shah Jina