વિશ્વની પહેલી હોટલ જે કચરામાંથી બનેલી વીજળીનો કરે છે ઉપયોગ

જે રીતે પ્લાસ્ટિક અને ખાદ્ય કચરો આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા બન્યો છે, તે આવનારા સમયમાં ખૂબ જ હાનિકારક સાબિત થશે. જ્યાં દરેક જગ્યાએ લોકો તેના નિકાલ માટે ચિંતિત છે, ત્યાં એક એવી જગ્યા પણ છે જ્યાં કચરામાંથી બનેલી વીજળીનો ઉપયોગ થાય છે. હા, અહીં સંપૂર્ણપણે કચરામાંથી બનેલી વીજળીનો ઉપયોગ થાય છે. આ જગ્યા જાપાનના ટોક્યોમાં એક હોટલ છે, જેનું નામ ‘કાવાસાકી કિંગ સ્કાયફ્રન્ટ ટોક્યુ રે’ છે, જ્યાં કચરામાંથી બનાવેલ હાઇડ્રોજનનો ઉર્જા તરીકે ઉપયોગ થાય છે. આ વિશ્વની પ્રથમ જગ્યા છે જ્યાં કચરામાંથી બનેલી ઉર્જાનો ઉપયોગ થાય છે.

તોશિબા કંપનીએ ટેકનોલોજીની શોધ કરી છે
કાવાસાકી કિંગ સ્કાયફ્રન્ટ ટોક્યુ રે હોટેલની 30 ટકા હાઇડ્રોજન ઉર્જાને પ્લાસ્ટિકના કચરામાંથી અને બાકીના 70 ટકા ખોરાકના કચરામાંથી પેદા થાય છે. આ ટેક્નોલોજીની શોધ જાપાની કંપની તોશિબાએ કરી છે. તેની ખાસ વિશેષતા એ છે કે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સિસ્ટમ હાઇડ્રોજનને કાર્બન ઉત્સર્જન વગર વીજળીમાં રૂપાંતરિત કરે છે. જેના કારણે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. આ સિસ્ટમ હેઠળ, ફ્યુઅલ સેલ સિસ્ટમમાંથી ચોક્કસ માત્રામાં પાઇપ દ્વારા હાઇડ્રોજન પૂરું પાડવામાં આવે છે. અહીં આવતા લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેવી કે કાંસકો, ટૂથબ્રશ વગેરે પણ હાઇડ્રોજનમાંથી ઉર્જા બનાવવા માટે વપરાય છે.

માટી વગરના છોડ
હોટેલ હાઇડ્રોપોનિક્સ (માટી વગર છોડ ઉગાડવાની પ્રક્રિયા) અને એલઇડી પ્રકાશસંશ્લેષણ દ્વારા હોટલની અંદર છોડ ઉગાડી રહી છે. ઉદાહરણ તરીકે, હોટેલ લોબીમાં કીટનાશકમુક્ત લેટ્યૂસને ઉગાડીને મહિનામાં એકવાર કાપવામાં આવે છે.

દર વર્ષે 4.50 લાખ કિલોવોટ વીજળી પૂરી પાડવામાં આવે છે
હોટેલ દર વર્ષે 300,000 ક્યૂબિક નેનોમીટર હાઇડ્રોજન સપ્લાય કરે છે. જેના કારણે ચાર લાખ 50 હજાર કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય છે. આ વિજળી સાથે, લગભગ 82 ઘરોની જરૂરિયાતો સંપૂર્ણ વર્ષ માટે પૂરી કરી શકાય છે. જો આ રીતે કચરાનું સંચાલન કરવામાં આવે તો પ્લાસ્ટિક અને કચરાની સમસ્યાને મહદ અંશે દૂર કરી શકાય છે.

તો બીજી તરફ ભારતમાં પણ કચરાથી વીજળી ઉત્પન કરવામાં આવશે. ચંદીગઢના સેક્ટર-25માં કચરામાંથી વીજળી બનાવવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ અંગે એક મહિના પહેલા ગૃહની વિશેષ બેઠકમાં આ અંગે સંમતિ આપવામાં આવી હતી. આ માટે, IIT રોપડ પંજાબ એન્જિનિયરિંગ કોલેજ (PEC) અને પટિયાલા સ્થિત થાપર યુનિવર્સિટી પાસેથી નિગમ પ્લાન્ટની ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) અને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) તૈયાર કરવા માટે જે ખર્ચ થશે તેમની જાણકારી માગી છે. આ માટે રચાયેલી સમિતિમાં હવે વહીવટના મુખ્ય ઇજનેર અને વીજ વિભાગના એસઇનો સમાવેશ થશે.

Niraj Patel