બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર હાલ તેના પુસ્તકને લઈને ખુબ જ ચર્ચામાં છે તો તેના બીજા બાળકના નામને લઈને પણ હવે સોશિયલ મીડિયામાં તે ખુબ જ ટ્રોલ થઇ રહી છે. કરીનાએ તેના પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ”માં તેના બીજા દીકરાનું નામ જહાંગીર સામે આવ્યું છે. જેને લઈને પણ ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે. (તસવીર સૌજન્ય: પિન્કવીલા/ટાઈમ્સ ઓફ ઇન્ડિયા)
કરીના અને સૈફનાં બીજા દીકરા જહાંગીરની કોઈ તસવીરો હજુ સુધી સામે આવી નહોતી, પરંતુ હાલમાં જ જેહની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જહાંગીરનો ચહેરો સપષ્ટ દેખાઈ રહ્યો છે.
કરીના અને સૈફ પોતાના બીજા લાડલા દીકરાને લઈને પહેલીવાર પોતાના ઘરની બહાર નીકળ્યા છે અને તે કરીનાના પિતા રણધીર કપૂરના ઘરે પહોંચ્યા છે. આ દરમિયાન રણધીર કપૂરના ઘરની બહાર જ કેમેરામેન ઉભા હતા અને ઘરમાં જતા પહેલા જ સૈફનાં હાથમાં રહેલા જેહની તસવીરો ધડાધડ ક્લિક કરી લેવામાં આવી હતી.
કરીના કપૂરે ઘણીવાર તેના દીકરા જેહની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે પરંતુ દર વખતે તેને મોઢા ઉપર કોઈ ઈમોજી રાખી દેવાના કારણે તેના દીકરાનો ચહેરો જોવા મળતો નહોતો.
પરંતુ હાલમાં જે તસવીરો સામે આવી છે તે કરીના અને સૈફ દ્વારા શેર કરવામાં નથી આવી પરંતુ મીડિયાના પોહોંટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવી છે. સૈફ અને કરીના પહેલીવર નાના રણધીર કપૂરના ઘરે જેહને લઈને પહોંચ્યા હતા, અને તે દરમિયાન જ તે સ્પોટ થયા હતા.
સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે જહાંગીર સૈફ અલી ખાનના ખોળામાં જોવા મળી રહ્યો છે. જયારે કરીના તેમની સાથે ચાલતી જોવા મળી રહી છે અને કેમેરામેનને જોતા જ કરીના હાથ પણ ઊંચા કરતી જોવા મળે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે 21 ફેબ્રુઆરીના રોજ કરીનાએ બીજા દીકરા જેહને જન્મ આપ્યો હતો. જન્મ બાદ તેમને પોતાના દીકરાનું નામ અને તસવીરો મીડિયાથી છુપાવીને રાખી હતી. કરીના અને સૈફ નહોતા ઇચ્છતા કે તેના નામને લઈને તૈમુરની જેમ કોઈ વિવાદ થાય.
View this post on Instagram
પરંતુ કરીનાએ જેવું જ તેનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું કે તરત જ તેના દીકરાનું નામ સામે આવ્યું. તેના દીકરાનું નામ “જહાંગીર” રાખવામાં આવ્યું હતું અને હવે તેના નામને લઈને સોશિયલ મીડિયામાં વિવાદ જન્મવા લાગ્યો. તેના નામને લઈને ઘણા લોકો તેને ટ્રોલ પણ કરવા લાગ્યા.