PI પત્ની સ્વીટી પટેલ ગુમ કેસ : આબુ જતી ટ્રેનમાં જોવા મળ્યા સ્વીટી પટેલ, પોલિસે ટ્રેન રોકી અને પછી…

એક મહિનાથી ગાયબ સ્વીટીમાં ચોંકાવનારી વિગતો બહાર આવી, આબુ જતી ટ્રેનમાં

પોલીસ તંત્રમાં SOG શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા PI દેસાઇના પત્ની સ્વીટીબેન પટેલ 1 માસથી ગુમ થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ત્યારે સ્વીટી બેનનો પાસપોર્ટ પણ વર્ષ 2020માં એક્સપાયર થઇ ગયો હતો, જેને રિન્યુ કરાવવામાં આવ્યો નથી.

પોલીસન તંત્ર ગુમ થયેલ PI દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવામાં લાગી ગયું છે. પોલીસને માહિતી મળી હતી કે, આબુ જતી ટ્રેનમાં એક મહિલા બેઠી છે, જે સ્વીટી પટેલ જેવી લાગે છે. જેને લઇને જિલ્લા પોલીસે રેલવે પોલીસની મદદ લીધી અને આબુ રોડ પર ટ્રેન રોકાવી તપાસ કરાવી હતી, પરંતુ તે સ્વીટી પટેલ હતા નહિ.

હવે આ બધા વચ્ચે સ્વીટી પટેલનો વિદેશમાં રહેત પુત્ર માતાને શોધવા માટે કેમ્પેન ચલાવી રહ્યો છે. સ્વીટી પટેલના દીકરાએ ફેસબુકમાં WHERE IS MY MOM નામનું એકાઉન્ટ બનાવ્યું છે અને પુત્ર માતાને શોધવા લોકો પાસે મદદ માંગી રહ્યો છે.

Image source

નોંધનીય છે કે, અલગ અલગ જિલ્લા અને મહાનગરમાં પોલીસે બિનવારસી મૃતદેહોની શોધખોળ બાદ પોલિસ પાડોશી રાજયો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી બિનવારસી મૃતદેહોની માહિતી એકત્ર કરવા સાથે તપાસ શરૂ કરી છે.

આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે 11 જૂનના રોજ સ્વીટીબેનના પતિ અજય દેસાઇએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, 6 જૂનની રાત્રે સ્વીટી પટેલ કોઈ કારણોસર જતા રહ્યા હતા અને તે બાદ આજ સુધી તેમના કોઈ સમાચાર મળ્યા નથી.આ ઉપરાંત તેઓ જીવિત છે કે મૃત તેના પણ કોઇ પુરાવા હાથ લાગ્યા નથી.

Shah Jina