લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ છે જેમાં બે પરિવારો એક થઇ જતા હોય છે, લગ્નના દરેક રીતિ રિવાજ પણ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે. પરંતુ એક ક્ષણ એવી આવે છે જ્યારે ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખોમાં આંસુઓ આવી જાય છે. આ ક્ષણ છે કન્યા વિદાયની. જેમાં કન્યા સહીત તેના માતા-પિતા અને સાગા સંબંધીઓની આંખો પણ ભીની થઇ જાય છે.
પરંતુ હાલ આ વિદાયના પ્રસંગમાં ઘણી કન્યાઓ હસતા હસતા જ પિયરમાંથી વિદાય લેતી જોવા મળે છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે. હાલ એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં કન્યા વિદાય પ્રસંગે રડવાને બદલે ખુશી ખુશી હસતા હસતા વિદાય લઇ રહી છે.
વીડિયોની અંદર જોઈ શકાય છે કે આ મસ્તમૌલા દુલ્હન વિદાય સમયે ચોખાને પાછળ નાખવાની વિધિમાં જ માહોલને બદલી રહી છે. કન્યાએ હસતા હસતા ચોખા પાછળ નાખ્યા અને બોલી…. 1..2..3 કેચ..”
આ કન્યા બીજી કન્યાઓની જેમ રડવામાં વિશ્વાસ નથી રાખતી, તે હસતા હસતા જ આખો માહોલ બદલી દે છે, તેના હસતા ચહેરાને જોઈને આસપાસના લોકો પણ હસવા લાગે છે. પરંતુ એ ત્યાં ઉપસ્થિત લોકોમાં એક વ્યક્તિ એવું હોય છે જેના ચહેરા ઉપર હાસ્યની જગ્યાએ આંસુઓ જોવા મળે છે.
આ હોય છે કન્યાની માતા. જેની આંખો આંસુઓથી ભીની દેખાય છે અને કન્યા તેના હાથથી માતાના આંસુઓ લૂછીને તેમને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. અને સાથે એ પણ કહી રહી છે કે મારો મેકઅપ ના ખરાબ થાય એટલા માટે હું નથી રડી રહી એટલે તું પણ ના રડીશ.
View this post on Instagram
હસતા હસતા લગ્ન મંડપમાંથી વિદાય લઈને ગાડીમાં બેસીને પણ આ દુલ્હન બહાર ઉભેલા લોકોને કહે છે કે તે જઈને પોતાની સેલ્ફી મોકલશે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.