8 વર્ષ પહેલા આ વ્યક્તિ લગાવતો હતો “બસ 60 રૂપિયા લગાવી લો બીટ કોઈનમાં” એવી બોલી, આજે બની ગયો છે અરબપતિ, જીવે છે આલીશાન જીવન

8 વર્ષ પહેલા લોકોને બૂમો પાડી અને ‘બીટ કોઈન’ માં પૈસા રોકવાનું કહેતો આ વ્યક્તિ,આજે છે અરોબોનો મલિક, જીવે છે આવી વૈભવી લાઈફ

માણસની કિસ્મત ક્યારે બદલાઈ જાય તે કોઈને ખબર નથી હોતી, પરંતુ એટલું નક્કી છે કે તમારે કંઈક મેળવવા માટે સંઘર્ષ જરૂર કરવો પડે છે. આવા જ એક સંઘર્ષનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે ચિલીના એક બિઝનેસમેનનો છે. આ વીડિયો 8 વર્ષ જૂનો છે. જેમાં તે વ્યક્તિનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે.

ડાવીંકી જેરેમીએ યુટ્યુબ ઉપર એક વીડિયો અપલોડ કર્યો છે અને લોકો સામે બોલી લગાવી હતી કે તેમને બીટકોઈન નામની ક્રીપ્ટોકરંસીમાં પૈસા લગાવવા જોઈએ. જેરેમીની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ અને આજે તે લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યો છે.

જેરેમી દ્વારા વર્ષ 2013માં અપલોડ કરવામાં આવેલા આ વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, “હું તમને કહેવા માંગુ છું કે, તમે એક લોટરીની ટિકિટ જેટલા પૈસા એટલે ફક્ત 1 ડોલર બીટ કોઈનમાં લગાવો મહેરબાની કરીને, અને પછી તમે તેમાં દસ વર્ષ સુધી હોલ્ડ કરી શકો છો અને કરોડપતિ બની શકો છો. હવે સમય આવી ગયો છે કે તમે ડરમાં જીવવાનું છોડી દો.”

તે આગળ જણાવે છે કે “જો બીટ કોઈન ઝિટો થઇ ગયો તો પણ શું છે ? તમારો ફક્ત 1 ડોલર ખર્ચ થયો છે. આટલા પૈસાની કોણ ચિંતા કરે છે ? પરંતુ જો હું સાચો સાબિત થાઉં છું તો હું ઈચ્છીશ કે તમે લોકો મારો આભાર જરૂર માનશો. મને એ જાણીને જરા પણ સારું નહિ લાગે કે તમે દસ વર્ષ પછી મારી પાસે આવીને પછતાવ.”

જેરેમીએ આગળ એમ પણ જણાવ્યું છે કે મને એ જોઈને બિલકુલ સારું નહિ લાગે કે કોઈ વ્યક્તિ મારી પાસે આવીને કહે કે મેં તમારી વાત 2001માં કે પછી 2013માં સાંભળી હોતી. જેના કારણે હું તમને વિનંતી કરું છું કે તમારે બીટ કોઈનમાં રોકાણ કરવું જોઈએ. જેરેકી તેની આ સટીક ભવિષ્યવાણી બાદ વાયરલ થઇ રહ્યો છું.

જે લોકોએ જેરેમીની વાત માની હતી તે લોકો આજે સારો એવો નફો કમાઈ રહ્યા છે. તો જેરેમી પોતે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની લકઝરી લાઈફ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરે છે. તેની તસ્વીરોમાં લકઝરી લાઈફ અને પ્રાઇવેટ જેટ અને આલીશાન લોકેશન જોવા મળે છે.

જેરેમી મોટાભાગે મોનાકો અને દુબાઈ જેવી હાઈ પ્રોફાઈલ લોકશનની તસવીરો જ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરે છે. અને હવે તેનો બીટ કોઈનને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના બાદ તેના ફોલોઅર્સની સંખ્યામાં પણ ખુબ જ વધારો થઇ ગયો છે.

હાલમાં આવેલી બીટ કોઈનમાં ગિરાવટથી જેરેમી જરા પણ ચિંતિત નથી. તેને હાલમાં જ ટ્વીટ કરી અને લખ્યું કે બીટ કોઈનને તમે નિવૃત્તિના પ્લાનની રીતે પણ ઉપયોગ કરી શકો છો. તેમાં એટલું જ રિસ્ક છે જેટલો ધરતીનો કોઈ ઉલ્કાપિંડ સાથે ટકરાવવાનો ખતરો હોય.

Niraj Patel