આ ગરીબ રીક્ષા ડ્રાઈવરે પોતાની પૌત્રીને ભણાવવા માટે વેચી દીધું ઘર, કહાની સાંભળીને લોકોએ કરી 24 લાખની મદદ

ઘણા લોકો ખુબ જ ખુદ્દાર હોય છે. તે પોતાના જીવનમાં કોઈની આગળ હાથ લાંબો કરવાના બદલે પોતાનાથી થતા બધા જ પ્રયત્નો કરી છૂટે છે. આવા ઘણા લોકોની કહાની સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થતી હોય છે. થોડા સમય પહેલા એવા જ એક ખુદ્દાર ગરીબ રીક્ષા ડ્રાઈવરની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

Image Source

મુંબઈમાં રહેવા વાળા 47 વર્ષના એક રીક્ષા ડ્રાઈવર દેશરાજે થોડા સમય પહેલા પોતાની પૌત્રીને ભણાવવા માટે પોતાનું ઘર વેચી દીધું હતું. અને છેલ્લા કેટલાય સમયથી તે પોતાની રિક્ષામાં જ ઘર બનાવીને રહેતો હતો.

Image Source

આ વ્યક્તિની કહાની સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ અને લોકો તેમને મદદ કરવા માટે આગળ આવ્યા.  તેમની કહાની હજારો લોકોએ સાંભળી અને મદદ માટે ફંડ ભેગું કર્યું અને તે રીક્ષા ડ્રાઈવરને 24 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી.

સોશિયલ મીડિયા ઉપર ખુબ જ લોકપ્રિય થયેલા “હ્યુમન્સ ઓફ બોમ્બે” નામના પેજ ઉપર સૌથી પહેલા આ વ્યક્તિની કહાની સામે આવી હતી. જેના બાદ દેશરાજ ખુબ જ વાયરલ થવા લાગ્યા. તેમની કહાની સાંભળીને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ઈમોશનલ થઇ ગયા અને તેમને મદદ કરવાના પ્રયાસોમાં લાગી ગયા.

Image Source

દેશરાજ માટે 20 લાખ રૂપિયા ફંડ ભેગું કરવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું હતું, પરંતુ લોકોએ એ હદે મદદ કરી કે 20ના બદલે 24 લાખ રૂપિયા ભેગા થઇ ગયા જેના કારણે તે પોતાનું ઘર લઇ શકે. હ્યુમન ઓફ બોમ્બે પેજ દ્વારા હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તે 24 લાખ રૂપિયાનો ચેક લેતા જોવા મળી રહ્યા છે.

Image Source

દેશરાજના બંને દીકરાઓનું થોડા સમયના અંતરાલમાં જ મોત થયું હતું. ત્યારબાદ 7 લોકોના પરિવારની જવાબદારી તેમના ઉપર હતી. પત્નીના બીમાર થયા બાદ દેશરાજની હાલત ખુબ જ ખરાબ થઇ ગઈ હતી.

દેશરાજે મુંબઈમાં એક રીક્ષા લીધી અને તેમાં જ તે સુઈ જતા હતા. જો કે આટલી બધી સમસ્યાઓ હોવા છતાં પણ તે પોતાની પૌત્રીને ભણાવવા માટે તતપર હતા અને તેમના આજ કાર્યની સોશિયલ મીડિયામાં લોકો પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel