રાતોરાત હિરો બની ગયા 98 વર્ષીય ચણાવાળા વિજયપાલ, રાયબરેલી ડીએમેે ઓફિસે બોલાવી કરી સમ્માનિત

સારુ કમાય છે બે દીકરા તો પણ 98 વર્ષની ઉંમરે ચણા વેચી રહ્યા છે આ વૃદ્ધ કારણ જાણીને હેરાન રહી જશો

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અવાર નવાર વાયરલ થતા હોય છે. તેમાં કોઇ વીડિયો ફની હોય તો કોઇ ચોંકાવી દેનાર. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહેલ વડીલ ઉત્તરપ્રદેશના રાયબરેલીના રહેવાસી છે. તેમની ઉંમર 98 વર્ષ છે. તમને એ જાણીને એ હેરાની થશે કે, 98 વર્ષિય વૃદ્ધ આત્મનિર્ભર છે. તેઓ તેમના બે સમયના ભોજન માટે મહેનત કરે છે.

આ વડીલનું નામ વિજયપાલ સિંહ છે. તેઓ કોઇ મજબૂરીમાં નહિ પરંતુ તેમની મરજીથી ગામની બહાર ચણા વેચે છે. તેમનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમને લોકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

રાયબરેલી જિલ્લાના હરચંદ બ્લોકના કંડોરા ગામ નિવાસી વિજયપાલ સિંહ આ દિવસોમાં ઇંટરનેટ પર છવાઇ ગયા છે. આ વીડિયોના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સીએમ ઓફિસે આ મામલે સંજ્ઞાન લીધી અને ડીએમને જરૂરી નિર્દેશ કર્યા.

સીએમ ઓફિસના નિર્દેશ પર રાયબરેલીના જિલ્લા અધિકારી વૈભવ શ્રીવાસ્તવે વિજયપાલ સિંહજીને તેમની ઓફિસમાં આમંત્રિત કર્યા અને ત્યાં તેમને 11 હજાર રૂપિયા, સાલ અને લાકડી તેમજ શૌચાલયનો સ્વીકૃતિ પત્ર અને ફૂલો પ્રદાન કરી તેમને સમ્માનિત કરવામાં આવ્યા.

જુઓ વીડિયો :-

Shah Jina