નોકરી માટે આવેલી યુવતિએ ચાલુ કર્યો ખરાબ ધંધો, પોલીસે છાપેમારી કરી તો અંદર એવો નઝારો હતો કે…
દેશમાં ઘણીવાર કેટલીક જગ્યાએથી ગંદા કામ થતા હોય તેવા રેકેટનો પર્દાફાશ થતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી આવા રેકેટ પર પોલિસ કાર્યવાહી કરી રહી છે અને જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરી રહી છે. ઘણીવાર સ્પાની આડમાં ગોરખધંધા થતા હોય તેવી પણ ખબરો સામે આવતી હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે, જેમાં અલગ અલગ જગ્યાએથી કામ પર આવનારી યુવતિઓ આવા રેકેટમાં ફસાઇ ગઇ છે. આ વાતનો ખુલાસો મંગળવારના રોજ થયો છે.

યૂપીના અલગ અલગ જિલ્લામાંથી કામની શોધમાં લખનઉ આવનારી યુવતિઓ આ રેકેટના દલદલમાં ફસાઇ ગઇ. આ વાતનો ખુલાસો આલમબાગ પોલિસે રેકેટ સંચાલિકાની ધરપકડ બાદ મંગળવારના રોજ કર્યો છે.પોલિસે સંચાલિકા સહિત સાત છોકરીઓ અને બે યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસે મોબાઇલ ફોન મળ્યા છે, જેમાં ઘણા નંબર છે.

લખનઉમાં 20 વર્ષિય યુવતિ નોકરી કરવા માટે આવી હતી અને તેને એક કંપનીમાં ટેલીકોલરની નોકરી મળી હતી. અહીં તેની મિત્રતા એક યુવક સાથે થઇ. તેણે યુવતિને લીલી અને ગુલાબી નોટની ચકાચૌંધ બતાવી. જેની જરૂરત પૂરી કરવા માટે તેને કોલગર્લ બનાવી દીધી. આ વાત આલમબાગ પોલિસની ધરપકડમાં આવેલી સાત યુવતિઓમાંથી એકે જણાવી.

પોલિસે મંગળવારે આ રેકેટનો ખુલાસો કર્યો, જેમાં સાત યુવતિઓ અને બે યુવકને દબોચી લીધા. પકડાયેલ યુવક રેકેટના એજન્ટનું કામ કરતા હતા. પોલિસે અનૈતિક દેહ વેપારની ધારાઓમાં કેેસ દાખલ કરી તેમને જેલ મોકલી દીધા છે. ત્યાં જ યુવતિઓને નારી બંદી ગૃહ મોકલવામાં આવી છે.જે યુવક પકડાયા છે તેમનું નામ હર્ષિત પાંડે અને મુકેશ પાલ છે. બંને એજન્ટ આસપાસના વિસ્તારમાં લોકોને યુવતિઓની તસવીરો બતાવી રકમ નક્કી કરાવતા હતા.

પોલિસ અધિકારીનું કહેવુ છે કે, રેકેટ સંચાલિકાની પૂછપરછમાં સામે આવ્યુ છે કે, તેઓ દર 2-3 મહીને તેમનું ઠેકાણુ બદલતા હતા. કારણ કે સ્થાનિક લોકોની નજર ન પડે. ગ્રાહકોને લાવવાનું કામ એજન્ટ કરતા હતા. જે ગ્રાહક એકવાર આવતા તેમના મોબાઇલ નંબરથી તેમને સંપર્ક કરતા અને તેમને ઠેકાણા વિશે જાણકારી આપતા. કારણ કે કારોબાર પર કોઇ અસર ન પડે.
જે યુવતિઓ પકડાઇ છે તે કામની શોધમાં આવતી અને આ છોકરીઓ તેમના શોખ પૂરા કરવા સાથે સાથે લગ્ન માટે પૈસા એકઠા કરવા કોઇ પણ કિંમત ચૂકાવવા તૈયાર થઇ જતી. જેનો ફાયદો ઉઠાવી રેકેટ સંચાલિકા તેમને ટેલીકોલરની નોકરીની જગ્યાએ કોલગર્લની નોતરી શરૂ કરાવી દીધી. આ છોકરીઓ અલગ અલગ જિલ્લાની છે.