અત્યંત દર્દનાક મોત હતું આ બોલિવૂડ 9 અભિનેત્રીનું, મૃત્યુ સમયની તસ્વીરોએ ધ્રુજાવ્યા’તાં- 8 માં નંબરની તો બધાની ફેવરિટ હતી

ગ્લેમર અને ચકાચોંધથી ભરેલી આ બોલિવૂડની દુનિયા ખુબસુરત છે પણ તે તેટલીજ અંદરથી ખોખલી છે. આ એજ દુનિયા છે જેમાં સફળતાનાં શિખરે પહોંચેલી કેટલીક જિંદગીને અહીં ગુમનામીની મોત મળી. મોત પણ એવી કે સાંભળીને પણ ડરથી ધ્રુજી જઈએ.

આજે તમને એવી કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીએ કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હતી તેમ છતાં પણ છેલ્લા દિવસોમાં ખુબ જ ખરાબ હાલત હતી.

1. પરવીન બાબી:
બોલિવૂડના 70-80ના દાયકામાં બોલિવૂડમાં હલચલ મચાવનારી અભિનેત્રી પરવીન બાબીનું નિધન 20 જાન્યુઆરી, 2005 ના થયું હતું. તે મુંબઈના એક ફ્લેટમાં એકલી રહેતી હતી.

એવું કહેવામાં આવે છે કે તેમને સિજોફ્રેનીયા નામની માનસિક બીમારીની સાથે-સાથે ડાયાબિટીસ અને પગની બીમારી હતી. આ રોગોના કારણે તેમની કિડની અને શરીરના કેટલાક ભાગ કામ કરતા ન હતા.

તેમના નિધનની વાતની કોઈને બે દિવસ સુધી ખબર જ ન હતી. ઘરની બહાર સામાન જોઈને પાડોશીઓએ પોલીસને બોલાવી અને પોલીસે નકલી ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે ખબર પડી કે પરવીન બે દિવસ પહેલા જ મૃત્યુ પામી છે.

2. મીના કુમારી:
ફિલ્મોની દુનિયામાં પોતાની અલગ જ ઓળખાણ બનાવવાવાળી અભિનેત્રી મીના કુમારીએ જ્યાંથી શરૂઆત કરી હતી, ત્યાંજ પહોંચી ગઈ હતી. 4 વર્ષની ઉંમરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરવાવાળી મીનાની છેલ્લા દિવસોમાં આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી. તેમની પાસે હોસ્પિટલના બિલ ચુકવાના પણ પૈસા ન હતા. કહેવામા આવે છે કે તેમનું નિધન એક નર્સિંગ હોમમાં થયું હતું.

3. સિલ્ક સ્મિથા:
દક્ષિણ ભારતમાં પોતાની અદાથી બધાને જીતી લેનાર સિલ્ક સ્મિથાને પણ સારી મોત નસીબમાં ન હતી. વર્ષ 1996 માં સિલ્ક સ્મિથાનું નિધન ડિપ્રેશન અને વધારે પડતો દારૂ અને નશીલા પદાર્થના સેવનના લીધે થયું હતું. તેમનું નિધન એટલું દુઃખદાયક હતું કે જેનાથી ભારતીય ફિલ્મ ઈન્ડરસ્ટ્રીની કડવી સચ્ચાઈ પણ સામે આવી હતી.

સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી સિલ્ક સ્મિતાએ ૩૫ વરસની વયે ઝેર ખાઇને મોતને વહાલુ કર્યું હતું. સિલ્ક સ્મિથા પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી હતી. પરંતુ પછીથી તેને ફિલ્મોમાં કામ ન મળતા અને આર્થિક સમસ્યાઓથી ઘેરાઇ જતા તે ડિપ્રેશનમાં સરી પડી હતી.અંતે હારીને તેણે ઝેર ખાઇ લીધુ હતું.

4. દિવ્યા ભારતી:
બૉલીવુડમાં એક જમાનાની અભિનેત્રી દિવ્યા ભારતી જેવી કદાચ જ કોઈ અભિનેત્રી રહી હશે જેમણે પોતાના કેરિયરના પહેલા જ વર્ષમાં અનેક ફિલ્મો કરીને સફળતા મેળવી લીધી,ફિલ્મો હિટ રહી, પણ બીજા જ વર્ષે મૌતને ગળે લગાડીને ચાલી ગઈ.

નાની ઉંમરમાં જ બોલિવૂડમાંથી વિદાય લેનાર અભિનેત્રી દિવ્યા ભારતીનું નિધન આજે પણ એક રહસ્ય છે. કોઈને નથી ખબર કે એ રાતે શું થયું હતું. કેટલાક લોકો તેમના નિધનને હાદસો તો કેટલાક લોકો ષડયંત્ર જણાવે છે. પોલીસની તપાસ મુજબ તેમનું નિધન એક અકસ્માત જ હતો.

દિવ્યા ભારતીનું નામ આવતા જ તેના હિટ ગીતો ‘એસી દીવાનગી’, ‘સાત સમંદર પાર’યાદ આવી જાય છે. 25 ફેબ્રુઆરી 1974 ના રોજ જન્મેલી દિવ્યા જો આજે જીવિત હોત તો 44 વર્ષની થઇ ગઈ હોત. પણ માત્ર 19 વર્ષની ઉંમરમાં જ તે દુનિયા છોડીને ચાલી ગઈ અને તેના નિધનનું સાચું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી.

આગળની 5 એપ્રિલ એ દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીની પુણ્યતિથિ હતી. દિવ્યા ભારતી 90ના દશકની એક એવી સુંદર અભિનેત્રી હતી જેમણે પોતાના લુક્સ અને ક્યુટનેસથી લોકોમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી. 7 એપ્રિલના રોજ હિન્દૂ રીત રિવાજથી તેનું અંતિમ સંસ્કાર પતિ સાજીદ નડિયાદ વાલાએ કર્યુ હતું.

દિવ્યા ભારતીએ વર્ષ 1992માં ફિલ્મ વિશ્વાત્માથી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. જો કે તેની પહેલા તે અમુક તેલુગુ ફિલ્મો પણ કરી ચુકી હતી. તેના પછી દિવ્યા ભારતીએ લગાતાર અન્ય 14 ફિલ્મો કરી હતી. જેમાં શોલા ઔર શબનમ, દિલ કા ક્યાં કુસુર,જાન સે પ્યારા, દીવાના, દિલ આશના હૈં, વગેરે શામીલ છે.

5. નિશા નૂર:
80ના દશકામાં ફેમસ સાઉથ ઇન્ડિયન અભિનેત્રી નિશા નૂર જેમને રજનીકાંત અને કમલ હસન જેવા મોટા કલાકારો સાથે કામ પણ કરેલું છે. કહેવામા આવે છે કે એક પ્રોડ્યુસરે તેમને દગો આપીને પ્રોસ્ટિટ્યૂશનમાં નાખી હતી.

જેના પછી તેમને ઇન્ડસ્ટ્રી છોડી દીધી. છેલ્લા દિવસોમાં તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા તે રસ્તા પર આવી ગઈ હતી. જ્યાં તે પોતાની છેલ્લો શ્વાસ લઇ રહી હતી.

જયારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેમને એડ્સ હતો અને 2007માં તે જિંદગીની જંગ હારી ગઈ.

6. વિમી:
બિહાર ફિલ્મથી તેમની કારકિર્દીની શરૂઆત કરવાવાળી અભિનેત્રી વિમીએ પણ નાની ઉંમરમાં જ ઈન્ડરસ્ટ્રી છોડવી પડી હતી. તેમના નિધન વખતે તેમના પાસે તેમનું નામ સિવાય બીજું કઈ જ ન હતું. આ જાણીને હેરાની થશે કે તેમના પાર્થિવ શરીરને રિક્ષામાં સ્મશાન લઇ જવામાં આવ્યા હતા.

7. ગીતાંજલિ નાગપાલ:
કેટલાક નામી ડિઝાઈનરો અને સુષ્મિતા સેન જેવી હસ્તીઓ સાથે કેટ વોક કરનારી ફેમસ મોડલ ગીતાંજલિ નાગપાલનું નિધન 2008 માં થયું હતું.

2007માં સાઉથ દિલ્લીના પાર્સ બજારમાં ભીખ માંગતા જોવા મળી હતી. જણાવવામાં આવે છે કે તેમને ડ્રગ લેવાની એવી લત લાગી તેના માટે તે ભીખ પણ માંગવા લાગી હતી.

8. તરુણી સચદેવ:
જીવનમાં કયારે શું બની જાય છે એ કહી શકાતું નથી. તરુણી સચદેવ સાથે પણ કઈંક આવું જ બન્યું હતું. 14 વર્ષની ઉંમરમાં જ પોતાના જન્મદિવસે જ આ ફાની દુનિયાને અલવિદા કહી ગઈ હતી આ રસના ગર્લ. આપણને યાદ જ હશે રસનાની જાહેરાતમાં આવતી ક્યૂટ છોકરી કે જેને ક્યૂટ અંદાજે કહ્યું હતું ‘આઈ લવ યુ રસના’.

તરુણી સચદેવનું નિધન વર્ષ 2012માં નેપાળમાં એક પ્લેન ક્રેશમાં થયું હતું. અમિતાભ બચ્ચન જેવા કલાકાર સાથે પા જેવી ફિલ્મોમાં કામ કરનારી તરુણી સચદેવ એક ટેલેન્ટેડ અભિનેત્રી હતી.

પોતાના સમયની સૌથી વધુ પૈસા કમાવવાવાળી બાળ કલાકાર તરુણીએ રસના, કોલગેટ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ મોબાઈલ, એલજી, કોફી બાઈટ, ગોલ્ડ વિનર, શક્તિ મસાલા જેવા ઉત્પાદનો માટે ઘણી બધી ટીવી જાહેરાતોમાં કામ કર્યું હતું.

તરુણીએ વર્ષ 2004માં આવેલી મલયાલમ ફિલ્મ વેલિનક્ષત્રમથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પર્દાર્પણ કર્યું હતું. તે શાહરુખ ખાનના શો ‘ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ?’માં પણ કોન્ટેસ્ટેન્ટ બનીને આવી હતી. તેને ફિલ્મ ‘પા’માં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. રસનાની જાહેરાતમાં તે કરિશ્મા કપૂર સાથે જોવા મળી હતી. એ ઇન્ડસ્ટ્રીની સૌથી વ્યસ્ત બાળકલાકાર માનવામાં આવતી હતી.

9. જીયા ખાન:
અભિનેત્રી જીયા ખાને ખુબ નાની ઉંમરમાં સફળતા મેળવી લીધી હતી.જીયા ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી ખુબ જલ્દી સફળતાની સીઢી ચઢી લીધી હતી.

જીયા ખાને પોતાના કેરિયેરમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યુ હતું. જીયા ખાને લગ્ન કર્યા ન હતા.વર્ષ 2013માં માત્ર 25 વર્ષની ઉંમરમાં જ જીયા ખાને આત્મહત્યા કરી લીધી હતી.રિપોર્ટ અનુસાર જીયા ખાન પોતાની પાછળ 10 થી 15 કરોડની સંપત્તિ છોડી ગઈ છે.

વર્ષ 2013માં જીયા ખાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું કરવાની કારણ તેમની અધૂરી પ્રેમ કહાની હતી. લોકો એવું પણ કહે છે કે તે તેના ડૂબતા કરિયરને લઈને નિરાશ હતી. જે હતું એ પણ બોલિવૂડે 3 જૂનના રોજ એક ટેલેન્ટેડ અભિનેત્રીને ખોવી પડી.

Dhruvi Pandya