ઘણીવાર કોઇ પણ ન્યુઝની ખરાઇ કર્યા વગર તેને વાયરલ કરી દેવામાં આવે છે અને હકિકત જાણ્યા વગર કે તપાસ કર્યા વગર લોકો તેના પર વિશ્વાસ પણ કરી લેતા હોય છે. ત્યારે એક સમાચાર પેપરનું ક્ટિંગ વાયરલ થયુ, જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને લઈને માહિતી આપવામાં આવી હતી. આ પેપરના કટિંગમાં લખેલુ હતુ કે, WHO દ્વારા જાણકારી આપવામાં આવી કે વર્ષ 2025 સુધીમાં 87% ભારતીયો ભેળસેળ યુક્ત પનીર ખાઈને કેન્સરનો ભોગ બનશે.
સોશિયલ મીડિયા યુઝર દ્વારા 1 માર્ચ 2024ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જો કે, એક વાયરલ સ્ક્રિનશોટમાં દેખાઇ રહ્યુ છે કે, WHO દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે ભેળસેળવાળું દૂધ કેન્સર માટે જવાબદાર છે. WHO વેબસાઈટ પર કરવામાં આવેલ શોધમાં આ સર્વે અંગે કોઈ માહિતી નથી. પરંતુ આ વાયરલ દાવાને રદિયો આપતો એક સંદેશ WHO વેબસાઇટ પર છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભેળસેળયુક્ત દૂધ અંગે ભારત સરકારને કોઈ ચેતવણી આપી નથી. WHOના નામે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, વર્ષ 2019માં સંસદમાં સાંસદ સંજય માંડલિકે તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રીને WHOની કથિત ચેતવણી અંગે સવાલ કર્યા હતા.
તેમણે પૂછ્યુ હતુ કે ભેળસેળયુક્ત દૂધથી થતા કેન્સર અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને શું ચેતવણી આપી? આનો જવાબ આપતા ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે WHO દ્વારા કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ભારત સરકાર અને WHO બંનેએ આ સંદેશને નકારી કાઢ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ પણ ટ્વિટર પર આ વાયરલ દાવાઓને રદિયો આપ્યો હતો. એટલે કે આ ફેક ન્યુઝ છે.
क्या विश्व स्वास्थ्य संगठन ने एडवाइजरी जारी कर कहा है कि भारत में उपलब्ध दूध में मिलवाट के कारण 8 सालों में 87% भारतीयों को कैंसर हो जाएगा❓#PIBFactCheck
▪️ नहीं ‼️
▪️ यह दावा फ़र्ज़ी है।
▪️ @WHO ने ऐसी कोई एडवाइजरी जारी नहीं की है।
🔗https://t.co/F1LYhcWQEn pic.twitter.com/1zXkgpHboH
— PIB Fact Check (@PIBFactCheck) October 18, 2022