82 વર્ષના દાદીમા સાથે થયો 36 વર્ષના યુવકને પ્રેમ, વાંચો અજબ પ્રેમની ગજબ કહાની

82 વર્ષની દુલ્હન, 36 વર્ષનો દુલ્હો : ફેસબુક પર થયેલી મિત્રતા પ્રેમમાં બદલાઇ, પછી કરી લીધા લગ્ન, બંને એકબીજા સાથે છે ખૂબ જ ખુશ

કહેવાય છે કે જોડીઓ ઉપરવાળો બનાવી મોકલે છે અને ઇશ્કમાં ઉંમર કયારેય આડી આવતી નથી.દુનિયાભરમાંથી લગ્ન અને સંબંધના ઘણા રસપ્રદ કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ આ દિવસોમાં એક એવા લગ્નની ચર્ચા છે, જે ચોક્કસથી પુષ્ટિ કરશે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી.લગ્ન એ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ એક એવા લગ્ન પણ થયા છે, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.

આ લગ્નમાં કન્યાની ઉંમર 82 વર્ષ અને વરની ઉંમર 36 વર્ષ છે. 46 વર્ષના એજ ગેપવાળા આ લગ્ન દુનિયાભરમાં ચર્ચામાં છે. 82 વર્ષની આઇરિસ જોન્સની મુલાકાત ફેસબુક પર વર્ષ 2019માં 36 વર્ષના મોહમ્મદ ઇબ્રાહિમ સાથે થઇ હતી. ફેસબુક પર મિત્રતા કર્યા બાદ બંને એકબીદા સાથે કલાકો વાતો કરતા અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને બંનેએ વર્ષ 2020માં લગ્ન કરી લીધા. આઇરિસના 27 વર્ષ પહેલા જ છૂટાછેડા થયા હતા.

લગ્નના બે વર્ષ બાજ આઇરિસે એક ફેસબુક પોસ્ટના માધ્યમથી ઇબ્રાહિમ સાથે પોતાના રિલેશનને દુનિયા સામે ખુલીને શેર કર્યુ છે. આઇરિસે જણાવ્યુ કે, તે પોતાના પતિથી દૂરી સહન કરી શકતી નથી. ઇબ્રાહિમ છેલ્લા એક મહિનાથી મિસ્ત્રમાં હતો. કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી જેમાં બંને એકબીજાને કિસ કરી રહ્યા છે અને મોહમ્મદ કહી રહ્યો છે કે આવી પત્નીને મેળવી તે ઘણો ખુશ છે.

આઇરિસે ઇબ્રાગિમ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ પણ કબૂલ કર્યો હતો. મોહમ્મદ ઇબ્રાહિમનું કહેવુ છે કે તે આઇરિસને ઘણો પ્રેમ કરે છે અને તે આઇરિસને મેળવી ઘણો ખુશ છે. તે પોતાને ભાગ્યશાળી માને છે. આઇરિસે એક ટીવી શોમાં ઇબ્રાહિમ સાથેના તેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી હતી. મોહમ્મદે વિઝા માટે અરજી કરી હતી, જ્યારે મોહમ્મદને જીવનસાથી વિઝા મળશે ત્યારે તેને કાયમી ધોરણે યુકેમાં શિફ્ટ કરવામાં આવશે.આ મામલો બ્રિટનમાંથી સામે આવ્યો છે.

Shah Jina