અમેરિકામાં Illegally ઘુસવાની કોશિશ કરી રહેલા 6 લોકોની મોત, લાશો પથરાઈ એમાં ભારતીય પરિવાર પણ હતો…

કેનેડાથી અમેરિકી સીમામાં ઘુસવાની કોશિશમાં લોરેંસ નદીમાં પલટી બોટ, બે બાળકો સહિત 8ના મોત, મૃતકોમાં ભારતીય પણ હતો, જુઓ તસવીરો

આજકાલ ઘણા લોકોને વિદેશ જવાનું ઘેલુ લાગ્યુ છે. કેટલાક લોકો તો કોઇ પણ ભોગે વિદેશ પહોંચવા માગતા હોય છે પછી તેઓ ગેરકાયદેસર રીતે પણ કેમ ના જાય. ઘણા લોકોના કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર ઘુસણખોરી કરવાના મામલા સામે આવે છે અને ઘણીવાર ભયંકર ઠંડીને કારણે કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે, ત્યારે હાલમાં કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં 6-8 લોકો ડૂબી મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મૃતકોમાં એક ભારતીય પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી અનુસાર, કેનેડિયન ન્યૂઝ આઉટલેટ્સ સીબીસી અને સીટીવીએ અહેવાલ આપ્યો છે કે કેનેડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે બપોરે ક્વિબેકના એક ભેજવાળા વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. નવજાત શિશુની શોધ માટે આ વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે બે પરિવારોના મૃતદેહ મળ્યા છે, તેમાં એક રોમાનિયન મૂળનો છે અને એક ભારતીય છે. અત્યાર સુધી રોમાનિયન પરિવારનું માસૂમ બાળક મળી આવ્યું નથી અને તેની શોધ ચાલુ છે.

એવું માનવામાં આવે છે કે તમામ મૃતકો કેનેડાથી અમેરિકા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે મળી આવેલા મૃતદેહોમાંથી એક ત્રણ વર્ષથી ઓછી ઉંમરનું બાળક હતું. બાળકનો મૃતદેહ એક રોમાનિયન પરિવારનો કેનેડિયન પાસપોર્ટ સાથે મળી આવ્યો હતો. મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

પોલિસનું કહેવુ છે કે, જાન્યુઆરીથી મોહૌક પ્રદેશમાંથી ગેરકાયદેસર રીતે કેનેડા અથવા યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરવાના 48 બનાવો બન્યા છે અને તેમાંથી મોટાભાગના મૂળ ભારતીય અથવા રોમાનિયન છે. જાન્યુઆરી 2022માં કેનેડા-યુએસ બોર્ડર નજીક મેનિટોબામાં એક બાળક સહિત ચાર ભારતીયોના મૃતદેહ મળી આવ્યા હતા. એપ્રિલ 2022માં સેન્ટ રેગિસ નદીમાં ડૂબી ગયેલી બોટમાંથી છ ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા હતા. જે અકવેસ્ને મોહોક પ્રદેશમાંથી પસાર થાય છે.

કેનેડાના વડાપ્રધાને શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું કે- અકસ્માત ખૂબ જ દર્દનાક હતો અને અત્યારે અમારી પાસે ત્યાં કેવી રીતે અને શું થયું તેની ચોક્કસ માહિતી નથી અને અમે બનાવની તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, અમે એ સુનિશ્ચિત કરીશું કે આ પછી ફરી ક્યારેય આવું ન થાય. પોલીસે અનુસાર, બુધવારે રાત્રે આ વિસ્તારમાં હવામાન ખરાબ હોવાને કારણે બંને પરિવારો જે બોટમાં મુસાફરી કરી રહ્યા હતા તે બોટ ઘણી નાની હોવાને કારણે ભારે વરસાદ અને પવનને કારણે પલટી ગઈ હોય તેવી શક્યતા છે.

Shah Jina