જામનગરના કલેક્ટરને આવ્યો હતો હાર્ટ એટેક, છેલ્લા 24 કલાકમાં 8 નાં મોત, બચવું હોય તો વાંચો ટિપ્સ

ગુજરાતમાં છેલ્લા ઘણા ટાઇમથી દિવસે ને દિવસે હાર્ટ-એટેકથી ઘણા લોકોના મૃત્યુ થઇ રહ્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. આધેડ અને વૃદ્ધની સાથે સાથે યુવા અને કિશોરવયના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. જામનગરના કલેક્ટર બીજલ શાહને આજે હાર્ટ-એટેક આવ્યો હતો પછી તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમની તબિયત હાલ સ્થિર છે.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે આ વચ્ચે મહેસાણમાંથી વધુ એક ઘટના સામે આવી છે. 18 વર્ષિય એન્જિનિયરિંગનું ભણતો સ્ટુડન્ટ ને હાર્ટ એટેક આવતા તે મોતને ભેટ્યો હતો. યુવક પરીક્ષા આપ્યા બાદ સોસાયટીમાં ફ્રેન્ડ્સ સાથે બેઠો હતો ત્યારે જ અચાનક જ ઢળી પડ્યો.

જો કે, તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પણ તે બચી ન શક્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, 18 વર્ષીય યુવકનું નામ સંકેત હતુ, જે કડીમાં જય રણછોડ સોસાયટીમાં રહેતો હતો. સંકેત કડીની મેઘના કેમ્પસમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં 8 વ્યક્તિને હાર્ટ-એટેક આવ્યા છે

File Pic

એક યુવક કે જેના 2 દિવસ બાદ લગ્ન હતા તેનું હાર્ટ એટેકથી મોત થતા ચકચારી મચી ગઇ છે. વરરાજાના મોતથી લગ્નનો શુભ પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો છે. મૃતક યુવકના લગ્ન શનિવારે હતા, પણ લગ્નના બે દિવસ પહેલા જ તેનું હ્રદય બંધ પડી જતા તે મોતને ભેટ્યો હતો.

 

File Pic

પોપટપરા વિસ્તારમાં રહેતો અને કારખાનામાં કામ કરતો અજય સોલંકી તેના ઘરે અચાનક જ ઢળી પડયો હતો. જે પછી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, તેનું મોત થયુ હતુ. દીકરાના મોત બાદ સોલંકી પરિવારની લગ્નની ખુશીઓ તો માતમમાં ફેરવાઇ ગઇ હતી. એકબાજુ દીકરાના લગ્નની શરણાઈઓ વાગવાની હતી અને બીજી બાજુ તેની અર્થી ઉઠી.

લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાતા સજાવવામાં આવેલ લગ્નનો મંડપ પણ ઉતારી લેવાયો હતો. જણાવી દઇએ કે, ગુજરાતમાં વધી રહેલ હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાજનક બાબત છે. રીપોર્ટ્સ અનુસાર, રાજ્યમાં લગભગ દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. એવું કહી શકાય કે હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક છે.

(પ્રતીકાત્મક તસવીર)

મોટાભાગના લોકો હાર્ટ એટેક આવતા પહેલાના લક્ષણો (Heart attack symptoms) પર ધ્યાન નથી આપતા. ત્યારે આજે અમે તમને એવા જ કેટલાક લક્ષણો જણાવીશું. સર્ક્યુલેશન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકના 1 મહિના પહેલા તેના લક્ષણો દેખાવા લાગે છે.

(પ્રતીકાત્મક તસવીર)

 

આ સંશોધનમાં 500થી વધુ મહિલાઓ સામેલ હતી જેઓ હાર્ટ એટેકથી બચી ગઈ હતી. એકંદરે  95 ટકા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેઓએ તેમના હાર્ટ એટેકના એક મહિના પહેલા શરીરમાં કેટલાક લક્ષણો જોયા હતા.

જ્યારે 71 ટકા લોકોએ થાકને એક સામાન્ય લક્ષણ તરીકે નોંધ્યું હતું, જ્યારે 48 ટકાએ જણાવ્યું હતું કે તેઓ ઊંઘની સમસ્યા અનુભવે છે. કેટલીક સ્ત્રીઓએ છાતીમાં દુખાવો, દબાણ, દુખાવો અથવા છાતીમાં જકડાઈ જવાની પણ જાણ કરી હતી.

વાત કરીએ હાર્ટ એટેકના લક્ષણોની તો તેમાં થાક, ઊંઘની સમસ્યાઓ, અપચો, ચિંતા કરવી, હૃદયના ધબકારા, હાથની નબળાઇ / ભાર, વિચાર અથવા મેમરીમાં ફેરફાર, દ્રષ્ટિ પરિવર્તન, ભૂખ ન લાગવી, હાથ અને પગમાં કળતર, રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી બાબતો છે. આ ઉપરાંત હાર્ટ એટેકની સામાન્ય બાબત પર નજર કરીએ તો મોટાપો, ડાયાબિટીસ, વધુ પડતો કોલેસ્ટ્રોલ,  હાઈ બીપી, ધૂમ્રપાન અને અતિશય દારૂનું સેવન, વધારે પડતો ચરબીયુક્ત આહાર પણ સામેલ છે.

તમારા હાર્ટને સુરક્ષિત રાખવા માટે, સ્વસ્થ, સંતુલિત આહાર લો અને તમારા પ્રોસેસ્ડ, ખાંડવાળા ખોરાકનું સેવન મર્યાદિત કરો. નિયમિતપણે વ્યાયામ કરો, તંદુરસ્ત વજન જાળવો, તમારા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરો. જો તમે મદ્યપાન અથવા ધૂમ્રપાન કરતા હો, તો તેને ધીમે ધીમે છોડો અથવા તેને ઓછું કરો.

જો તમને હાર્ટ એટેકના લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબી સારવાર માટે તમારી નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો. તેમજ જો કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થાય, તો શરીરમાં લોહીનો પ્રવાહ જાળવવા અથવા પુનઃસ્થાપિત કરવા માટે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) શરૂ કરો. નિષ્ણાતો કહે છે કે જો CPR કાર્ડિયાક અરેસ્ટની શરૂઆતની થોડી મિનિટોમાં કરવામાં આવે તો તે વ્યક્તિના બચવાની શક્યતા બમણી કરી શકે છે.

YC
error: Unable To Copy Protected Content!