ખબર

અમદાવાદમાં શાહીબાગમાં 15 વર્ષની તરુણી આગમાં બળીને થઇ ગઈ ભડથું, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે. જેમાં પણ મોટા મોટા શહેરોમાં આગ લાગવાની ઘટનાઓના કારણે ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. તેમાં પણ અમદાવાદમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. હાલ પણ એવી જ એક ઘટના સામે આવી. જેમાં બિલ્ડીંગના 7માં માળે લાગેલી આગમાં એક કિશોરી બળીને ભડથું થઇ ગઈ.

આ બાબત પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગિરધરનગર સર્કલ પાસે રહહેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટના સાતમા માળે આવેલા એક મકાનની અંદર આગ ભભૂકી ઉઠી હતી, આગ લાગવાની ઘટના સામે આવતા જ ફાયરબ્રિગેડની 15 ગાડીઓ સહીત એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી ગઈ હતી. આ ઘટના સંતે ઘરની અંદર પાંચ લોકો હાજર હોવાનું સામે આવ્યું હતું.

જેમાંથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘરમાંથી 4 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો. પરંતુ એક 15 વર્ષીય કિશોરી અંદર ફસાઈ ગઈ હતી,. જેને મહામુસીબતે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જીવતી હાલતમાં બહાર કાઢીને સારવાર માટે ટકટલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ આ તરુણી ગંભીર રીતે દાઝી ગઈ હતી અને ત્યાં તેનું મોત નીપજ્યું હતું. આ કિશોરીનું નામ પ્રાંજલ ઉર્ફે પ્રાચી હતું.

આ આગ આજે વહેલી સવારે લાગી હતી, જેના બાદ ફાયર બ્રિગેડની ટીમને 7:28 કલાકે  ફોન આવતા તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે 15 ગાડીઓ રવાના થઇ ગઈ હતી. જ્યાં ફસાયેલાના રેસ્ક્યુ કરવાની સાથે સાથે આગ બુઝાવવા પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં પ્રાંજલનું મોત નીપજ્યું છે. આગ ક્યાં કારણોસર લાગી તેના વિશેની કોઈ જાણકારી હજુ સુધી સામે નથી આવી.