અમદાવાદમાં 7 શ્રમિકોના મૃત્યુમાં થયો મોટો ખુલાસો, કઈ રીતે તૂટીને પડી લિફ્ટ? અંદરની વિગતો બહાર આવી

આજ રોજ અમદાવાદમાં મોટી દુર્ઘટના ઘટી હતી. ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલ એસ્પાયર 2 નામની બિલ્ડિંગમાં બાંધકામનુ કામ ચાલી રહ્યું હતું ત્યારે લિફ્ટ તૂટતાં સાત શ્રમિકોના મોત થયા હતા. બાંધકામ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટી હતી અને સાત મજૂરોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે આઠ મજૂરો નીચે પટકાયા હતાં. સાતમા માળેથી પટકાયેલા આઠ મજુરોમાં સાતના મોત નિપજ્યા હતાં. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જ્યારે આ ઘટના બની

ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતાં. જ્યારે મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે લિફ્ટ નીચે પડી હતી અને મજૂરો દટાયા હતા અને તેમનું મોત થયુ હતુ. મૃતકોમાં સંજયભાઈ નાયક, ​​​​​​​​​​​​​જગદીશભાઈ નાયક, અશ્વિનભાઈ નાયક ​​​​​​સહિત મુકેશ નાયક, મુકેશભાઇ ભરતભાઇ નાયક અને રાજમલ ખરાડી તેમજ પંકજભાઇ ખરાડીનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, સવારના 9:30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી અને આ ઘટના એડોર કન્સ્ટ્રક્શન સાઈટની છે.

ફાયર વિભાગ અનુસાર, બિલ્ડીંગના 13મા માળે સ્લેબ પર બિલ્ડીંગમાં લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ મજૂરો દ્વારા કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે 13મા માળનો સ્લેબ ભારે વજનના કારણે તૂટ્યો અને સ્લેબ તૂટતા જ આઠેય શ્રમિકો એક સાથે નીચે પડ્યા. જો કે, મજૂરો માટે કામ કરવા દરમિયાન 8માં માળે નેટ પણ બાંધી હતી. પરંતુ ભારે વજનના કારણે નેટ તૂટી ગઇ હતી અને નેટ તૂટતા 8માં માળેથી શ્રમિકો ધડાકા સાથે નીચે પટકાયા હતા. જેમાં 2 શ્રમિકો ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા જ્યારે 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતા.

સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિક અનુસાર, જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે લીફ્ટ તૂટતા આઠ લોકો પડ્યાં તેમાંથી બે ઉપરથી નીચે પડ્યાં અને બાકીના 6 બેઝમેન્ટમાં પડ્યા. જેમને આસપાસની બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યૂ કર્યા અને 2 લોકોને એમ્બ્યુલેન્સમાં મોકલ્યા. જે બાદ 15 મિનિટ પછી અન્ય 4 વ્યક્તિઓને મોકલાયા અને બે બેઝમેન્ટમાં ફસાયા હોવાની જાણ થતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને પંપથી બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું ત્યારે વધુ 2 મજૂર મળ્યા.

ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો પરંતુ ત્રણ કલાકના વહાણ વીતી ગયા છતા બિલ્ડરો ફરક્યા નહોતા. આ બિલ્ડરોએ ઘટના તથા પોતાની ભૂલ છુપવવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે. આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતાં. જણાવી દઇએ કે, આ ઈમારતની માલિકી એડોર ગ્રૂપના સીએમડી વિકાસ શાહ અને આશિષ શાહની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. 21 સપ્ટેમ્બર 2019ના રોજ ઈમારત માટે AMCની રજાચિઠ્ઠી મળી જેમાં 2 સેલર અને 11 માળની મંજૂરી આપવામા આવી હતી.

Shah Jina