સવાણી પરિવાર દ્વારા આ વર્ષે પણ સુરતમાં કરવામાં આવ્યું 75 દીકરીઓનું કન્યાદાન, 4992 દીકરીઓના પાલક પિતા બન્યા મહેશ સવાણી !

મહેશભાઈ જેવા પાલક પિતા આ દુનિયામાં કોઈ ના બની શકે…. આ વર્ષે પણ 75 દીકરીઓના કરાવ્યા ધામધૂમથી લગ્ન, જુઓ કેવો હતો લગ્નનો નજારો…

75 Girl Wedding Organised By Savani Group : ગુજરાત સમેત હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, અને ઠેર ઠેર ઘણા બધા લગ્નો પણ યોજાઈ રહ્યા છે, આ સાથે ઘણી જગ્યાએ સમૂહ  લગ્નોના પણ આયોજનો થતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 75 પિતા વિહોણી અને અનાથ દીકરીઓનું મહેશભાઈ સવાણીએ  કન્યા દાન કરી અને પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવી.

4992 દીકરીઓના પાલક પિતા બન્યા :

સવાણી ગ્રુપ દ્વારા આયોજિત “માવતર” લગ્ન સમારંભમાં 75 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સાથે જ મહેશભાઈ સવાણી 4992 દીકરીઓના પાલક પિતા બની ગયા છે. મહેશભાઈના પીપી સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષે સુરતમાં  સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ મહેશભાઈએ પાલક પિતા બનીને આ દીકરીઓના માથે પાલક પિતા બનીએ હાથ મુક્યો અને તમેનું કન્યાદાન કરાવ્યું. આ અવસર પણ ઘણા મહાનુભવો પણ હાજર રહ્યા હતા.

ખાસ મહેમાનો રહ્યા હાજર :

આ શુભ પ્રસંગે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સાંસદ સી.આર.પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા, મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશ માવાણી, એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના એમ.એસ.બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે છે અને અમે એ જ નિભાવીએ છીએ.

75 દીકરીઓની એક માંડવેથી વિદાય :

75 પૈકી 35 દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા-પિતા કે ભાઈ પણ નથી. 25 એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા આ જ લગ્ન મંડપમાં પરણી ચૂકી છે. આમાં બે દીકરીઓ તો મૂકબધિર છે. આ વર્ષે મહેશ સવાણી 4992 દીકરીના પિતા બન્યા છે. મહેશ સવાણી છેલ્લા 12 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ એક પિતા તરીકેની તમામ જવાબદારીઓ નિભાવી રહ્યાં છે. આ ઉપરાંત સમૂહલગ્નના માંડવે પ્રસંગને માણવા આવેલા મુખ્ય મહેમાનો સહિત 25,000 થી વધુ લોકોએ જીવનદીપ ફાઉન્ડેશન સાથે અંગદાનના શપથ લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel