70 વર્ષની દાદી ઉંમરની મહિલા બની 37 વર્ષના યુવકની બીજી પત્ની, હનીમુન પર જવા માંગે છે આ જગ્યા પર

ભારે કરી, 70 વર્ષની ડોશી સાથે 37 વર્ષના યુવાને લગ્ન કરી, બંનેએ વર્ષો સુધી એકબીજા સાથે….

કોઈએ સાચું જ કહ્યું છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ મેળવવા માટે વ્યક્તિ કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ વાતને સાચી સાબિત કરતો કિસ્સો હાલમાં જ સામે આવ્યો છે.જ્યાં 37 વર્ષના એક વ્યક્તિએ બાળપણનો પ્રેમ મેળવવા માટે 70 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા. આ પુરૂષનું નામ ઈફ્તિખાર અને મહિલાનું નામ કિશ્વર બીબી છે, બંને પાકિસ્તાનના રહેવાસી છે. બંને લાંબા સમયથી એકબીજાને પસંદ કરતા હતા. પરંતુ ઉંમરમાં મોટો તફાવત હોવાના કારણે પરિવારના સભ્યો સહમત ન હતા. જે બાદ ઈફ્તિખારે બીજા સાથે લગ્ન કર્યા અને તેને 6 બાળકો પણ છે.

બીજી તરફ, કિશ્વરે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને 70 વર્ષ સુધી કુંવારી રહી. તમને જણાવી દઈએ કે બંનેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ લોકો આ નિર્ણયને લઈને ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. ઘણા પાકિસ્તાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આ વીડિયો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે જ્યારે ઈફ્તિખાર ખૂબ નાનો હતો ત્યારે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ઇફ્તિખારે તેની માતા સાથે કિશ્વર સાથે લગ્ન કરવાની વાત કરી હતી,

પરંતુ તે માન્યા નહિ અને પછી કિશ્વરે આખી જિંદગી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. કદાચ કિશ્વરે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેના જીવનના 70 વર્ષ પછી તે ઇફ્તિખાર સાથે લગ્ન કરશે. બધા કપલની જેમ કિશ્વર પણ ઇચ્છે છે કે તે કરાચી અને મરીમાં હનીમૂન મનાવે. ઇફ્તિખારે જણાવ્યું કે પરિવારના દબાણમાં તેણે લગ્ન કર્યા પરંતુ તેણે કિશ્વરને મળવાનું બંધ કર્યું નહીં. બંને અકર પાર્ક અથવા રેસ્ટોરન્ટ વગેરેમાં સાથે સમય વિતાવતા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે ઈફ્તિખારે તેની પત્ની સાથે આ વિશે વાત કરી તો તે બીજા લગ્ન માટે રાજી થઈ ગઈ.

તેણે કહ્યું કે તે તેના પતિને પ્રેમ કરે છે તેથી તે બીજા લગ્ન માટે રાજી થઈ ગઈ. ઇફ્તિખાર કહે છે કે તે કિશ્વર બીબી સાથે રહેવાનું પસંદ કરે છે કારણ કે તે તેનો બાળપણનો પ્રેમ છે. જ્યારે વરરાજાના માતા-પિતાને 70 વર્ષીય કિશ્વર સાથે ઈફ્તિખારના બીજા લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ આ નિર્ણય માટે સંમત થયા. ઈફ્તિખારના માતા-પિતાએ કહ્યું કે જ્યારે બંને આટલા વર્ષોથી પ્રેમમાં હતા તો લગ્ન કરવામાં કોઈ હર્જ નથી.

Shah Jina