કાબુલ એરપોર્ટ ઉપર 7 મહિનાની માસુમ બાળક સાથે બહુ ખરાબ થયું, ખુબ જ દર્દનાક તસ્વીર આવી સામે

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર રાજ કરી લેવામાં આવતા જ કેટલાય પરિવારો વેર વિખેર બન્યા છે, લોકો દેશ છોડી અને ભાગી પણ રહ્યા છે. કાબુલ એરપોર્ટ ઉપરના દ્રશ્યો તો સૌ કોઈએ જોયા છે. ત્યારે હાલ એક બીજી ખુબ જ દુઃખદ ખબર આવી રહી છે. જેની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

હાલમાં એક 7 મહિનાની બાળકીની તસ્વીર વાયરલ થઇ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાબુલ એરપોર્ટ ઉપર અફરા તફરી અને ભાગદોડ મચવા દરમિયાન આ માસુમ તેના માતા પિતા પાસેથી ખોવાઈ ગઈ. એરપોર્ટ ઉપર જ ખોવાઈ ગયેલી આ બાળકીની દેખરેખ એરપોર્ટનો સ્ટાફ કરી રહ્યો છે. બાળકીના પરિવારની તપાસ કરવાની પણ ચાલુ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ બાળકીના પરિવારજનો કાબુલના પીડી 5માં રહેતા હતા. બાળકીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેને ઘણા લોકોએ શેર કરી છે. લોકો આ બાળકીને તેના માતા પિતા પાસે મલાવવાની અપીલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઘણા યુઝર્સ આ તસ્વીરને ખુબ જ માર્મિક પણ જણાવી રહ્યા છે.

આ માસુમ બાળકી પોતાના માતા પિતા પાસેથી ખોવાઈ જતા કાબુલ એરપોર્ટ ઉપર એક પ્લાસ્ટીકની ક્રેટમાં રડતી મળી હતી. તો ઘણા લોકો આ બાળકીની તસ્વીર શેર કરવાની સાથે કોમેન્ટ પણ કરી રહ્યા છે તો આંતરરાષ્ટ્રી એજન્સીઓ વિરુદ્ધ પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.

Niraj Patel