6-6 દીકરીઓના 65 વર્ષના બાપે 24 વર્ષની જુવાન જોધ છોકરી સાથે કર્યા લગ્ન, કારણ જાણીને તમારી આંખો પણ ચાર થઇ જશે, જુઓ તસવીરો

પોતાની દીકરીઓ, જમાઈ અને પૌત્રો સાથે વાજતે ગાજતે જાન લઈને 24 વર્ષની કન્યા સાથે લગ્ન કરવા પહોંચ્યા 65 વર્ષના કાકા, વીડિયો થયો વાયરલ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ દરમિયાન ઘણા બધા એવા લગ્નની ખબર પણ સામે આવતી હોય છે જે જાણીને કોઇપણ હેરાન રહી જાય. આજે ઘણા લગ્નની અંદર વર કન્યા વચ્ચે ઉંમરનું અંતર પણ જોવામાં નથી આવતું હોતું. ત્યારે હાલ એવા જ એક લગ્ન સામે આવ્યા છે જેમાં 6 દીકરીઓના બાપે એક 24 વર્ષની જુવાન જોધ છોકરી સાથે લગ્ન કર્યા છે.

આ મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી. અહીં એક 65 વર્ષના વ્યક્તિએ પોતાની દીકરીથી નાની 24 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા છે. આ વૃદ્ધ માણસ ઘોડી પર બેઠો અને ધામધૂમથી જાન લઈને પહોંચ્યો. અહીં બંનેએ સંપૂર્ણ વિધિ સાથે સાત ફેરા લીધા. આ દરમિયાન વૃદ્ધ વ્યક્તિએ ડાન્સ પણ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મીડિયા રોપોર્ટ અનુસાર 65 વર્ષીય નખખેડ બારાબંકી જિલ્લાના હુસૈનપુર ગામમાં તેના પરિવાર સાથે રહે છે. તેમને છ પુત્રીઓ અને દીકરો છે. પત્નીના મૃત્યુ બાદ તેણે 24 વર્ષની યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ નિર્ણયમાં તેમના બાળકોએ પણ તેમને પૂરો સાથ આપ્યો હતો. નિવૃત્તિની ઉંમર વટાવી ચૂકેલા વૃદ્ધ નખખેડ તેમના પરિવાર અને સંબંધીઓ સાથે રૂદૌલી વિસ્તારમાં રહેતી યુવતી નંદનીના ઘરે પહોંચ્યા હતા.

અહીં તેણે દીકરી અને જમાઈ સાથે જોરદાર ડાન્સ પણ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિએ કામાખ્યા દેવીના મંદિરમાં તેમનાથી 41 વર્ષ નાની નંદની સાથે લગ્ન કર્યા. આમાં યુવતી અને તેનો પરિવાર પણ ખુશ જોવા મળ્યો હતો.  24 વર્ષની યુવતી સાથે લગ્ન કરીને લાઇમલાઇટમાં આવેલી 65 વર્ષીય નખખેડની પત્નીનું થોડા સમય પહેલા જ અવસાન થયું હતું.

પત્નીના અવસાન બાદ તે એકલો હતો. આ એકલતા દૂર કરવા માટે વૃદ્ધે તેના બાળકોની સંમતિ લઈને લગ્ન કરવાનું નક્કી કર્યું. વરઘોડામાં પિતાની સાથે બાળકોએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. ત્યારે વૃદ્ધાના આ લગ્ન વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ખૂબ મસ્તી કરી રહ્યા છે.

Niraj Patel