મોટી મોટી નોકરીઓ કરતા તો સારી છે આ શાકભાજી તોડવાની નોકરી, 63 લાખ રૂપિયા આપશે- જાણો વિગત

કોબી તોડવા માટે મળી રહ્યુ છે 63 લાખ રૂપિયાનું પેકેજ, જાણો કઇ કંપની આપી રહી છે આ ઓફર

કોરોનાકાળમાં ઘણા લોકોની નોકરીઓ જતી રહી છે. બેરોજગારીને કારણે લોકો સારી નોકરીની શોધમાં છે અને આમ-તેમ ભટકી રહ્યા છે. એવામાં ઇન્ટરનેટ પર એક એવી જોબ વાયરલ થઇ રહી છે, જે તમારા માટે કમાલની ઓફર સાબિત થઇ શકે છે. જો લાખોનું પેકેજ મળી રહ્યુ છે તો કોઇ વ્યક્તિ ઘણીવાર વર્ક પ્રોફાઇલ પણ જોવા નથી માંગતો. વિચારો કે તમને શાકભાજી તોડવા માટે ભારે ભરખમ પેકેજ મળે તો તમે તેને હાથમાંથી જવા દેશો.

T H Clements and Son Ltd તરફથી આપવામાં આવી રહેલી નોકરીની જાહેરાત ઓનલાઇન આપવામાં આવી છે. જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે, સમગ્ર વર્ષ દરમિયાન કોબી અને બ્રોક્લી તોડવા માટેની નોકરી માટે પ્રતિ કલાક ભારતીય રકમ અનુસાર 3000 રૂપિયા મળશે. વર્ષ દરમિયાન આ નોકરી માટે 63,11,641 રૂપિયા ઓફર કરવામાં આવી રહ્યા છે. જોબ પ્રોફાઇલ તરીકે બતાવવામાં આવ્યુ છે કે,આ શારિરીક મહેનતનું કામ છે અને પૂરા વર્ષ આને કરવુ  પડશે.

આ જોબ માટે બે જાહેરાત પબ્લિશ કરવામાં આવી છે. એક જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે કંપની કોબી તોડવા માટે Field Operatives ની શોધમાં છે. આ જેબથી તમે કલાકના 3000 હજાર રૂપિયા કમાઇ શકો છો. પરંતુ જો તમે વધારે કમાવવા ઇચ્છો છો તો એ તમારા પર ડિપેંડ છે. તમે જેટલુ કામ કરશો તેટલુ કમાઇ શકશો.

જણાવી દઇએ કે, આ સમય યૂકેમાં ખેતરમાં કામ કરનાર વર્કર્સ અને મજૂરોની કમી છે. આ કારણે ત્યાંની સરકાર સીઝનલ એગ્રીકલ્ચરલ વર્કર્સ સ્કીમ અંતર્ગત 6 મહિના માટે જોબ ત્યાં જઇને કરવાનો મોકો આપી રહી છે. માત્ર ખેતી જ નહિ બીજા કેટલાક સેક્ટર્સમાં પણ વર્કર્સની કમી છે. યૂકેમાં વર્કર્સની સેલેરીમાં લગભગ 75 ટકા સુુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

Shah Jina