વાહ.. દાદીએ તો કમાલ કરી ! 62 વર્ષની ઉંમરે પણ દોરડું પકડીને સૌથી ઊંચો પહાડ સાડી પહેરીને ચઢી ગયા… જુઓ વીડિયો

62 વર્ષના દાદીમાએ 6000 ફૂટ ઊંચું શિખર સર કર્યું : 40 વર્ષ પહેલા પર્વતની ઊંચાઈને સ્પર્શવાનું સપનું જોયું હતું, હવે તે સાકાર થયું

62 year old grandmother climbed : એવું કહેવાય છે કે ઉંમર ફક્ત એક આંકડો છે, જો  તમારામાં કઈ કરવાની અદમ્ય ઈચ્છા હોય અને તમે કઈ સાહિસક કાર્ય કરવા માંગતા હોય તો ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી હોતી, તમે ઘણા લોકોની કહાનીઓ જોઈ હશે જેમેણે ઉંમરના એક પડાવ બાદ પણ  કેટલાક એવા કામો કર્યા હોય છે જેને દુનિયાભરના લોકો વખાણતા હોય છે. આવી જ એક દાદીની કહાની હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમને પણ ઊંચા પહાડ પર 62 વર્ષની ઉંમરે ચઢીને સાહસનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

62 વર્ષના દાદી ચઢ્યા પર્વત પર :

આ સિદ્ધિ મેળવનાર છે બેંગલુરુના નાગરત્નમ્મા. ઈન્સ્ટાગ્રામ પર તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સાડી પહેરીને દોરડાની મદદથી પર્વત પર ચઢી રહી છે. નગરત્નમ્માએ 40 વર્ષ પહેલા પર્વતની ઊંચાઈને સ્પર્શવાનું સપનું જોયું હતું જે હવે સાકાર થયું છે. પશ્ચિમ ઘાટના સૌથી અઘરા શિખરો પૈકીના એક અગત્સ્યર્કૂડમ પર ચઢવા માટે નાગરથમ્માએ તમામ અવરોધોને નકારી કાઢ્યા. તે કેરળનું બીજું સૌથી ઊંચું શિખર છે અને તેની ઊંચાઈ 1,868 મીટર (6,129 ફૂટ) છે.

સાહસને સલામ :

અદ્ભુત અને ખરેખર પ્રેરણાદાયી વિડિયોમાં 62 વર્ષીય દાદીમા દોરડાની મદદથી શિખર પરચડતા જોવા મળે છે, તે પણ સાડી પહેરીને. વિષ્ણુ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 18 ફેબ્રુઆરી 2022ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને લાખો લોકોએ જોયો અને દાદીમાના આ સાહસના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા. વિડિયો શેર કરતાં, વિષ્ણુએ કેપ્શન લખ્યું હતું કે, “સહ્યાદ્રી પર્વતમાળામાં સૌથી ઊંચા અને સૌથી મુશ્કેલ પર્વતારોહણ શિખરોમાંથી એક.

40 વર્ષ પહેલા જોયું હતું સપનું :

તેને આગળ લખ્યું “16 ફેબ્રુઆરી 2022ના રોજ આ નાગરથન્મા દોરડા પર ચઢી રહ્યા છે. તે તેના પુત્ર અને મિત્રો સાથે બેંગ્લોરથી આવી હતી. કર્ણાટકની બહાર આ તેમનો પહેલો પ્રવાસ હતો. તેણે કહ્યું કે લગ્ન પછી તે છેલ્લા 40 વર્ષથી પારિવારિક જવાબદારીઓમાં વ્યસ્ત હતી. હવે, તેના બાળકો મોટા થઈ ગયા છે અને સ્થાયી થઈ ગયા છે, તેથી તે તેના સપનાઓને અનુસરી શકે છે. તેના ઉત્સાહ અને ઉર્જાનો કોઈ મુકાબલો કરી શકતું ન હતું. તેના ચઢાણના સાક્ષી બનેલા તમામ લોકો માટે તે સૌથી પ્રેરણાદાયી અને સમૃદ્ધ અનુભવો પૈકીનો એક હતો.”

 

View this post on Instagram

 

A post shared by Vishnu (@hiking_._)

Niraj Patel