4 લાખ રૂપિયામાં આ ગંદુ કામ કરવા જઈ રહ્યા હતા…આવી રીતે ખુલી પોલ, 6ની ધરપકડ

દુનિયાનું સૌથી ભયાનક અને ગંદુ કામમાં ઝડપાયા- જાણીને ચોક્કસ હચમચી જશો…

ઘણીવાર દેશભરમાંથી બાળકને વેચવાના કિસ્સો તમે સમાચાર કે સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળ્યો હશે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં એક 15 દિવસના નવજાત બાળકને એક ગેંગ દ્વારા 4 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહ્યો હતો પરંતુ આ ગેંગની પોલ ખુલી ગઇ અને તેમને પોલિસના હવાલે સોંપી દેવામાં આવ્યા.

આ કિસ્સો મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં બાળકના ખરીદ-વેચાણનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જે બાદ પોલિસે 6 લોકોની ધરપકડ કરી છે. પૂરા જિલ્લામાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 15 દિવસનો એક નવજાત ખોળે લેવા માટે ઉપલબ્ધ છે. આ વાયરલ મેસેજ યવતમાલના બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ પલ્લવી કુલકર્ણીએ પણ વાંચ્યો હતો અને હકિકત તપાસવા માટે યોજના બનાવી.

સમિતિના લોકો નકલી માતા-પિતા બની એડ્રેસ પર પહોંચ્યા અને બાળક વિશે પૂછપરછ કરી. જયારે તેમણે બાળકને એડોપ કરવા માટે કહ્યુ તો તેમના પાસે અંદાજે 4 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી. આ જોઇ અધ્યક્ષ હેરાન રહી ગયા. તે બાદ આ ગેંગનો પર્દાફાશ કરવાની યોજના બનાવી કારણ કે આવો જ મેસેજ અકોલામાં પણ વાયરલ થઇ રહ્યો હતો. કલેક્ટર અને પોલિસ અધિક્ષકના માર્ગદર્શનમાં નકલી માતા-પિતા બની બાળકને ખરીદવા પહોંચ્યા અને બધી પોલ ખુલી ગઇ. અવૈદ્ય રૂપથી આ ધંધો બેટ્ટી ફાઉન્ડેશનના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો હતો, પોલિસે સંબંધિત બાળકના માતા-પિતા અને તેમાં સામેલ આ ફાઉન્ડેશનના સભ્યોની ધરપકડ કરી. પોલિસે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી છે.

Shah Jina