! એકસાથે 5 યુવતિઓને આ યુવકે કરી દીધી પ્રેગ્નેટ અને પાંચેયનું સાથે થયુ બેબી શાવર

દુનિયાભરમાં સંબંધોના અલગ-અલગ સ્વરૂપ જોવા મળે છે. કોઇ એક પત્ની સાથે પોતાનું આખુ જીવન વિતાવી દે છે, તો કોઇ બે-બે પત્નીઓ સાથે ઇશ્ક લડાવે છે. પણ આજે અમે તમને એક એવા યુવક વિશે જણાવવાના છીએ જે પાંચ મહિલાઓને ના માત્ર એક સાથે ડેટ કરી રહ્યો હતો પણ તેણે તે બધાને એક જ સમયે પ્રેગ્નેટ પણ કરી દીધી. અમેરિકાના બ્રુકલીનની રહેવાસી મ્યુઝિશિયન લિજી એશલીધ (Lizzy Ashliegh)એ ટિકટોક પર એક ચોંકાવનારો ખુલાસો કર્યો.

29 વર્ષિય લિજી એશલીધે જણાવ્યુ કે તે પ્રેગ્નેટ છે. ત્યારે લોકો એ જાણીને ચોંકી ગયા કે તેના સાથી કલાકા જેડી વિલ્સે તેના સિવાય અન્ય ચાર મહિલાઓને પણ પ્રેગ્નેટ કરી હતી. જેડી એક જ સમયે 5 મહિલાઓને ડેટ કરી રહ્યો હતો અને એટલું જ નહીં હવે તે પાંચેય મહિલાઓના બાળકોનો પિતા પણ બનવા જઈ રહ્યો છે. પ્રેગ્નેટ લિજીને એ વાતની પરવા નથી કે તેના જીવનસાથીએ અન્ય ચાર મહિલાઓને પ્રેગ્નેટ કરી છે.

લોકોના આશ્ચર્યની કોઈ સીમા ત્યારે ન રહી જ્યારે તે બહાર આવ્યું કે લિજીએ પોતે જ બેબી શાવરનું આયોજન કર્યું હતું જેમાં બીજી ચાર મહિલાઓ અને જેડીએ પણ હાજરી આપી હતી. લીજી ક્વીંસમાં બેબી શાવર આયોજિત કર્યુ, જેની એક તસવીર શેર કરતા તેણે લખ્યું, ‘નાના જેડી વિલ્સ 1-5માં આપનું સ્વાગત છે.’ લિજી સિવાય, આ તસવીરમાં બીજી 4 મહિલાઓ પણ તેના બેબી બોમ્બને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

લિજી દ્વારા શેર કરવામાં આવેલ તસવીર અને કેપ્શન બાદ કોમેન્ટ્સનું પૂર આવ્યું અને લોકોએ આ સંબંધની ખૂબ ટીકા કરી. જેનો લિજીએ જવાબ પણ આપ્યો. તેણે લખ્યું કે અમે અમારા બાળકના પિતાને પ્રેમ કરીએ છીએ. અમે અમારા બાળકોનું જીવન બરબાદ નહીં કરીએ. અમારા પરિવારે આ વાત સ્વીકારી છે. એકબીજાની મદદ કરવા સિવાય કશું બચ્યુ નથી.

આ સાથે તેણે લખ્યું- અમે એ હકીકતને બદલી શકતા નથી કે તે (જેડી વિલ્સ) અમારા બાળકના પિતા છે. અમે સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ. અમારા પરિવારો અમારી પાછળ છે. મારા બાળકનો જન્મ હવે મોટા પરિવારમાં થવાનો છે. જણાવી દઈએ કે લિજી હંમેશા હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં ફૂટપાથ પર એક પ્રદર્શન દરમિયાન તેનો ન્યૂયોર્કના વકીલ સાથે ઝઘડો થયો હતો. વકીલ એન્થોની ઓર્લિચે સિંગરના માથાથી વિગ કાઢી નાખી હતી, જે બાદ તેને બર્ખાસ્ત કરી દેવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Lizzy Ashliegh (@lizzyashmusic)

Shah Jina