અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અહીંથી મોકલવામાં આવશે 5 લાખે લડ્ડુ, 5 લાખ લાડુ 5 દિવસમાં થશે તૈયાર

અયોધ્યામાં 5 લાખ રામ ભક્તોને મળશે ભગવાન મહાકાલનો પ્રસાદ, કર્મચારીઓ કામમાં જોડાયા

ઉજ્જૈનથી અયોધ્યા મોકલાશે 5 લાખ લડ્ડુ, પ્રાણ પ્રતિષ્ઠા બાદ શિવનગરીના લડ્ડુથી લાગશે ભગવાનને ભોગ

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવનાર લડ્ડુઓનો પ્રસાદ અયોધ્યા મોકલવામાં આવશે. અયોધ્યામાં રામલલાના મંદિર ઉદ્ઘાટન સમારોહમાં જનાર ભક્તોને ભગવાન મહાકાલનો પ્રસાદ વિતરીત કરવામાં આવશે. મુખ્યમંત્રી ડો.મોહન યાદવના આદેશ બાદ મહાકાલેશ્વર મંદિર સમિતિએ લડ્ડુઓને તૈયાર કરવાનું કામ તેજી સાથે શરૂ કરી દીધુ છે.

અયોધ્યામાં રામ ભક્તોને મળશે મહાકાલનો પ્રસાદ

16 જાન્યુઆરી સુધી 5 લાખ લડ્ડુ તૈયાર થઇ જશે. 17 કે 18 જાન્યુઆરીએ ઉજ્જૈનથી લડ્ડુ રવાના જશે, જે માટે ત્રણથી પાંચ ટ્રકની વ્યવસ્થા કરવી પડશે. આ લડ્ડુ લગભગ 21 જાન્યુઆરી સુધીમાં અયોધ્યા પહોંચશે. મુખ્યમંત્રી ડો.મોહન યાદવે શુક્રવારે સવારે ઘોષણા કરી હતી કે અયોધ્યામાં આયોજિત રામલલાના મંદિર ઉદ્ઘાટન સમારોહમાં ભગવાન મહાકાલ મંદિર તરફથી 5 લાખ લડ્ડુનો પ્રસાદ મોકલવામાં આવશે.

5 લાખ લાડુ અયોધ્યા મોકલાશે

આ ઘોષણા બાદ મહાકાલેશ્વર સમિતિએ પ્રસાદ નિર્માણ કાર્યને લઇને અતિરિક્ત સો કર્મચારી લગાવ્યા. મહાકાલેશ્વર મંદિર સમિતિના પ્રશાસક સંદીપ સોનીએ જણાવ્યું કે 5 લાખ લાડુ અયોધ્યા મોકલવામાં આવશે. એક લાડુનું વજન અંદાજે 50 ગ્રામ છે, આ રીતે 250 ક્વિન્ટલ લાડુનો પ્રસાદ અયોધ્યા મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

લગભગ એક કરોડ રૂપિયાનો પ્રસાદ ઉજ્જૈનથી અયોધ્યા જશે

મહાકાલેશ્વર મંદિર સમિતિ ભક્તોને 400 રૂપિયા પ્રતિ કિલોના દરે પ્રસાદ આપે છે. લગભગ એક કરોડ રૂપિયાનો પ્રસાદ ઉજ્જૈનથી અયોધ્યા મોકલવામાં આવશે અને પરિવહન માટે વધારાનો ખર્ચ થશે જે મહાકાલેશ્વર મંદિર સમિતિ દ્વારા ઉઠાવવામાં આવશે.

Shah Jina