એલિસબ્રિજમાં આ ફેમસ બેન્કના પટ્ટાવાળાએ અધધધધ લાખો ચોરી લીધા, ટ્રીક યુઝ કરી એ કમાલની છે હો ….

લોકરમાં પૈસા એક સોનુ રાખનારાઓ સાવધાન: પટ્ટાવાળાએ પોતાના બૈરાને અંદર મોકલી અને અધધધધ લાખો…..ફિલ્મોને ટક્કર આપે તેવી સત્ય ઘટના

ગુજરાતમાંથી ઘણીવાર ચોરી અને લૂંટના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર ચોર ચોરી કરવા માટે જે તરકીબ અપનાવતા હોય છે, તે સાંભળી અથવા તો જોઇ આપણે તો ચોંકી ઉઠીએ છીએ. તમે ઘણીવાર સાંભળ્યુ હશે કે બંધ ઘરમાંથી કે દુકાનમાંથી ચોરી થઇ હોય, પણ શું એવું સાંભળ્યુ છે કે બેંકના બંધ લોકરમાંથી ચોરી થઇ હોય. જી હાં, આ વાત સાચી રડી છે. અમદાવાદની એલિસબ્રિજ પોલીસને બગાસુ ખાતા પત્તાસુ મોંમાં આવ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાનો પટાવાળો એવો કાંડ કરી ગયો કે, સાંભળી તમે હેરાનીમાં મૂકાઇ જશો.

બેંકમાં લાંબા સમયથી બંધ લોકરોને આ પટાવાળાએ ટાર્ગેટ બનાવ્યા અને રુપિયા અને દાગીના મળી કુલ 47 લાખથી વધુની ચોરી કરી. આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને તે બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યારે આખરે આ કાંડને અંજામ આપનારા પટાવાળા ચિરાગ અને તેની પત્નીને પોલિસે ઝડપી લીધા હતા અને મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એલિસબ્રિજ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યાકે એક શંકાસ્પદ યુવક કે જેના હાથમાં થેલો હતો તેને પોલીસે અટકાવ્યો અને તેની તપાસ કરી તો પોતાના જ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 48 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો.

આ તો એવું થયુ કે બગાસુ ખાતા પત્તાસુ મોંમાં આવ્યું…પોલીસે જ્યાકે યુવકના થેલાની તપાસ કરી તો તેમાંથી વિદેશી ચલણી નાણું અને દાગીના મળી આવ્યા. જ્યારે આરોપી ચિરાગ દંતાણીની કડક પૂછપરછ પોલિસે કરી તો તે પડી ભાગ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે જણાવ્યું કે, તે બેંક ઓફ બરોડામાં પટવાળા તરીકે કામ કરે છે અને તેની પાસે માહિતી હતી કે કેટલાંક લોકરો છેલ્લાં ઘણા સમયથી બંધ હાલતમાં છે અને આ પછી તેણે તેની પત્ની સાથે મળી પત્નીને ડમી ગ્રાહક બનાવીને બેંકમાં લાવી લોકર માટે એપ્લીકેશન આપી.

જ્યારે પત્ની લોકર પાસે જાય ત્યારે બંધ લોકરોમાંથી ચોરી કરીને તે બેગમાં મુકી દેતો અને બેંકમાં દસ જેટલાં લોકરો બંધ હાલતમાં હતા, જેમાં વિદેશી ચલણી નાણું અને દાગીના હતા. તેની તેણે ચોરી કરી હતી. લાંબા સમયથી કોઈ પણ જાતનું તેમાં ટ્રાન્જેક્શન ન થતા બેંકે લોકરો ટ્રાન્સફર કરી દીધા હતા. જેની જાણ આરોપીને સારી રીતે હતી અને તેણે પત્ની સાથે મળી કાંડ કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી 1.200 કિલોના સોનાના દાગીના, ચાંદીના 1.998 કિલોના દાગીના, ત્રણ પાસપોર્ટ, વિદેશી ચલણી નોટો મળી કુલ 47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, સોનાના ત્રણ મંગળસૂત્ર, આઠ બંગડી અને ત્રણ ચેઈન મળ્યા નથી.

Shah Jina