આ અભિનેત્રીની માતાએ 47 વર્ષની ઉંમરમાં આપ્યો એક દીકરીને જન્મ, અભિનેત્રી બોલી..”આમાં શરમાવવા જેવું કઈ નથી…” જુઓ તસવીરો

23 વર્ષની આ ખ્યાતનામ અભિનેત્રી બની બહેન… 47 વર્ષની મમ્મીએ આપ્યો એક દીકરીને જન્મ, જુઓ અભિનેત્રીએ તેના પર શું કહ્યું…

આજના સમયમાં ટેક્નોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે જે વસ્તુ માણસ કલ્પના પણ ના કરી શકે તે સંભવ બની જાય છે. ત્યારે માતા બનવાની ઈચ્છા દરેક સ્ત્રીની હોય છે. પરંતુ ઘણીવાર કેટલીક તકલીફોના કારણે સ્ત્રીને આ સૌભાગ્ય નથી મળી શકતું. પરંતુ ટેક્નોલોજી પાસે એનો પણ એક રસ્તો છે અને તેના દ્વારા પણ ઘણી સ્ત્રીઓ માતૃત્વનું સુખ પણ અનુભવી રહી છે.

છેલ્લા થોડા સમયમાં જ મનોરંજન જગમાંથી કેટલીક ખુશ ખબરીઓ પણ સામે આવી છે. જેમાં ઘણી બધી અભિનેત્રીઓ માતા બનાવની ખુશી વ્યક્ત કરી છે તો કોઈએ પ્રેગ્નેન્ટ હોવાનું ખુશી પણ જાહેર કરી છે. આ બધા વચ્ચે મલયાલમ અભિનેત્રી આર્યા પાર્વતી એ પણ એક ખુશી તેના ચાહકો સાથે શેર કરી છે.

આર્યાના ઘરમાં ખુશીઓની કિલકારી ગુંજી ઉઠી છે. 23 વર્ષની અભિનેત્રી આર્યાની નાની બહેન આવી છે.  આર્યા પાર્વતીની માતાએ 47 વર્ષની વયે પુત્રીને જન્મ આપ્યો હતો. આર્યા પાર્વતીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ઘરે તેની બહેનના જન્મની માહિતી શેર કરી છે. તમને જણાવી દઈએ કે, આર્યા પાર્વતીએ ટીવી શો ‘ચેમ્બટ્ટુ’ થી ઘર-ઘરમાં ઓળખ મેળવી હતી.

તે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને આ સમયે તે એક સારા સમાચારને લઈને ચર્ચામાં છે કે તે નાની બહેનની બહેન બની ગઈ છે. આ સમાચારથી તેના ચાહકોને આશ્ચર્ય થયું હશે, પરંતુ પાર્વતી તેની ઉજવણી કરી રહી છે. આર્યા પાર્વતીએ હાલમાં જ ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેને તેની 47 વર્ષની માતાની પ્રેગ્નન્સી વિશે ખબર પડી ત્યારે તે ચોંકી ગઈ હતી.”

તેને જણાવ્યું કે “તે સમજી શકી નહીં કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી, કારણ કે આ એવી વસ્તુ નથી જે તમે 23 વર્ષની ઉંમરે તમારા માતાપિતાને કહેવાની અપેક્ષા રાખો છો. બાળપણથી જ તે એક બહેન ઈચ્છતી હતી. જોકે, તેના જન્મ સમયે માતાના ગર્ભાશયમાં સમસ્યા હતી, જેના કારણે તે બીજી વખત માતા બની શકી ન હતી. આ વાત અભિનેત્રીની સાથે તેના આખા પરિવારને પણ ખબર હતી.

પાર્વતીએ જણાવ્યું કે જ્યારે તેની માતાએ તેને પહેલીવાર આ ખબર આપી ત્યારે તે રડી પડી હતી. તેણીએ કહ્યું, ‘જ્યારે અપ્પાએ મને આ સમાચાર સંભળાવ્યા, ત્યારે તેણે કહ્યું કે તેણે તેને ગુપ્ત રાખ્યું હતું, કારણ કે તેઓ જાણતા ન હતા કે હું કેવી રીતે પ્રતિક્રિયા આપીશ. થોડા દિવસો પછી જ્યારે હું ઘરે ગઈ ત્યારે હું અમ્માના ખોળામાં પડી અને રડવા લાગી. મેં કહ્યું મને એમાં શેની શરમ ? હું તો ઘણા સમયથી આ ઇચ્છતી હતી.

Niraj Patel